શિમલા: ભાજપ અધ્યક્ષ અમિત શાહએ રવિવારે કહ્યું કે જો નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રદાન બન્યા તો કાશ્મીરને વિશેષ શક્તિઓ આપતી કલમ 370ને હટાવી દેવામાં આવશે. શાહે ચંબા જિલ્લાના ચૌગાન મેદાનમાં તેમની પહેલી રેલીમાં કહ્યું કે, જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ત્યાં કહ્યું કે, રાજ્ય માટે આગામી વડાપ્રધાન હોવા જોઇએ જ્યારે કોંગ્રેસે તેમના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું કે, તેઓ કાશ્મીરમાં અફસ્પાની સમીક્ષા કરશે અને રાજદ્રોહ કાયદાના જોગવાઈઓમાં સુધારો કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કોંગ્રેસને પાછળ છોડી BJPના ફોલોવર્સ 1 કરોડથી વધુ, ટ્વિટર પર જમાવ્યો કબ્જો


કાંગડાથી ભાજપ ઉમેદવાર કિશનના સમર્થનમાં કર્યો પ્રચાર
આ બધુ તેમના વિચારને દર્શાવે છે પરંતુ જો ભાજપ ફરીથી સત્તામાં આવે છે અને મોદી વડાપ્રધાન બને છે તો કલમ 370 હટાવી દેવામાં આવશે. ભાજપ અધ્યક્ષ કાંગડાથી ભાજપ ઉમેદવાર કિશન કપૂરના સમર્થનમાં પ્રચાર કરી રહ્યાં હતાં.


વધુમાં વાંચો: પશ્ચિમ બંગાળમાં એક નહીં પરંતુ બે વખત થયો ભાજપના ઉમેદવાર પર હુમલાનો પ્રયાસ


રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર કોંગ્રેસને ઘેરી
રાષ્ટ્ર સુરક્ષાના મુદ્દે કૉંગ્રેસ પર હુમલો કરતી વખતે, તેમણે કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે તે સમયે કંઈ કર્યું ન હતું જ્યારે પાકિસ્તાને પાંચ ભારતીય સૈનિકોની હત્યા કરી હતી. પરંતુ મોદી શાસન દરમિયાન બાલકોટમાં હવાઈ હુમલા કરવામાં આવ્યો. શાહએ કહ્યું કે, કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ કહ્યું કે, હવાઇ હુમલોની જગ્યાએ ‘આપણે આતંકવાદીઓ સાથે વાત કરવી જોઇએ.’


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...