રામપુર: લોકસભા ચૂંટમીના પ્રચારમાં લાગેલા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનના વિવાદાસ્પદ નિવેદનો અટકવાનું નામ લેતા નથી. પહેલા બજરંગબલીવાળું નિવેદન અને હવે આઝમ ખાને એક એવું નિવેદન આપ્યું છે કે જેને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.  ખાને કહ્યું કે હું 18 કલાક કામ કરું છું. રાતે 3-4 પહેલા સૂતો નથી. મને જનતાની દુઆ અને સાથની જરૂર છે કારણ કે મારો દુશ્મન ખુબ શક્તિશાળી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિસ્મિલ્લાહ ખાનના પૌત્રનો કોંગ્રેસ પર ગંભીર આરોપ, PM મોદીને પત્ર લખી વ્યક્ત કરી 'આ' ઈચ્છા


મારી વિરુદ્ધ 400 કેસ છે
આઝમ ખાને કહ્યું કે જો કોઈ કહે કે તેમણે રામપુરમાં કામ કર્યું છે, પરંતુ તેમણે ફક્ત મને ઠેકાણે  લગાવ્યો છે, મારા વિરુદ્ધ સાડા ચાર સો કેસ નોંધાયેલા છે. તેમણે કહ્યું કે, મારા ઉપર એસઆઈટી તપાસ ચાલી રહી છે. મેં કેટલાક લોકોને નોકરીઓ આપી હતી તેમાંથી કેટલીક નોકરી મારા સમાજના લોકોને પણ આપી હતી, જેના કારણે મારા પર તપાસ ચાલી રહી છે. 


સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરનારા ડીએસ હુડ્ડાએ કહ્યું- 'સેનાના હાથ ક્યારેય બંધાયેલા નહતાં'


હું 18 કલાક કામ કરું છું: આઝમ ખાન
આઝમ ખાને કહ્યું કે સત્તા મેળવવા માટે અને રાજકારણની ટોચ પર રહેવા માટે લોકોએ ઘણા દેખાવ કર્યા છે. ખાને કહ્યું કે હું 18 કલાક કામ કરું છું. રાતે 3-4 પહેલા સૂતો નથી. મને જનતાની દુઆ અને સાથની જરૂર છે કારણ કે મારો દુશ્મન ખુબ શક્તિશાળી છે.  આઝમ ખાને કહ્યું કે, 'એક સમય હતો કે જ્યારે આખી દુનિયા પર તમારી નેકીનો, તમારી સારાંશનો....પરંતુ હવે અમને વ્યાજખોર કહે છે આથી આપણા પાડોશી આપણી ઈજ્જત કરતા નથી. તેમણે કહ્યું કે મને ખોટો કહેવાય છે, મેં નાચવાની દુકાન નથી ખોલી, દારૂનો અડ્ડો નથી  ખોલ્યો.' 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...