સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરનારા ડીએસ હુડ્ડાએ કહ્યું- 'સેનાના હાથ ક્યારેય બંધાયેલા નહતાં'

વર્ષ 2016માં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરી ચૂકેલા લેફ્ટેનન્ટ જનરલ(સેવાનિવૃત્ત) ડી એસ હુડ્ડાએ શુક્રવારે કહ્યું કે મોદી સરકારે સરહદ પાર જઈને હુમલો કરવાની મંજૂરી આપીને ખુબ મોટો સંકલ્પ દેખાડ્યો છે, પરંતુ સેનાના હાથ તે અગાઉ પણ બંધાયેલા નહતાં. 

સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરનારા ડીએસ હુડ્ડાએ કહ્યું- 'સેનાના હાથ ક્યારેય બંધાયેલા નહતાં'

પણજી: વર્ષ 2016માં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકનું નેતૃત્વ કરી ચૂકેલા લેફ્ટેનન્ટ જનરલ(સેવાનિવૃત્ત) ડી એસ હુડ્ડાએ શુક્રવારે કહ્યું કે મોદી સરકારે સરહદ પાર જઈને હુમલો કરવાની મંજૂરી આપીને ખુબ મોટો સંકલ્પ દેખાડ્યો છે, પરંતુ સેનાના હાથ તે અગાઉ પણ બંધાયેલા નહતાં. 

હુડ્ડા પણજીમાં જાહેરાત સંગઠનો દ્વારા આયોજિત એક વાર્ષિક કાર્યક્રમ 'ગોવા ફેસ્ટ'માં બોલી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે, "હાલની સરકારે સરહદ પાર જઈને સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટમાં એર સ્ટ્રાઈકની મંજૂરી આપવામાં નિશ્ચિતપણે મહાન રાજનીતિક સંકલ્પ દેખાડ્યો છે. પરંતુ તે અગાઉ પણ તમારી સેનાના હાથ બંધાયેલા નહતાં."

તેમણે કહ્યું કે, "સેનાને ખુલ્લી છૂટ આપવા અંગે ખુબ વધુ પડતી વાતો થઈ છે. પરંતુ 1947થી સેના સરહદ પર સ્વતંત્ર છે. તેણે 3-4 યુદ્ધો લડ્યા છે. હુડ્ડાએ કહ્યું કે નિયંત્રણ રેખા એક જોખમી જગ્યા છે. કારણ કે જેમ મેં કહ્યું કે તમારા ઉપર ફાયરિંગ થઈ રહ્યું છે અને જમીન પર સૈનિકો તેનો તરત જવાબ આપશે. તેઓ (સૈનિકો) મને પણ નહીં પૂછે."

તેમણે કહ્યું કે, કોઈની મંજૂરી લેવાનો તો કોઈ સવાલ જ નથી. સેનાને ખુલ્લી છૂટ અપાયેલી છે અને આ બધુ સાથે થયેલું છે, કોઈ વિકલ્પ નથી. હુડ્ડાએ સપ્ટેમ્બર 2016માં ઉરી આતંકી હુમલા બાદ સરહદ પાર થયેલી સર્જિકલ સ્ટ્રાઈક વખતે સેનાની ઉત્તર કમાનનું નેતૃત્વ સંભાળ્યું હતું. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news