અલી અને બજરંગબલી ભેગા મળીને લેશે BJPની બલિ: આઝમ ખાન
રામપુરથી મહાગઠબંધનના ઉમેદવાર અને સપા નેતા આઝણ ખાને રાફેલ ડીલ કેસ અને સીએમ યોગીની મેરઠની એક ચૂંટણી રેલીમાં અલી-બજરંગબલીવાળું નિવેદન પર કટાક્ષ કર્યો છે.
નવી દિલ્હી/રામપુર: રામપુરથી મહાગઠબંધનના ઉમેદવાર અને સપા નેતા આઝણ ખાને રાફેલ ડીલ કેસ અને સીએમ યોગીની મેરઠની એક ચૂંટણી રેલીમાં અલી-બજરંગબલીવાળું નિવેદન પર કટાક્ષ કર્યો છે. આ સાથે જ તેમણે પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. આઝમ ખાને કહ્યું કે, શાસન પ્રશાસને રામપુરને નરક બનાવી દીધુ છે. અહીં ક્યારે પણ લોહિયાળ નાટક થઇ શકે છે.
વધુમાં વાંચો: મોદીને મત આપવાનો અર્થ પાકિસ્તાનને મત આપવો: કોંગ્રેસ
રાફેલ ડીલ પર પીએમ મોદીને ઘેર્યા
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના આદેશ પર એસપીના નેતા આઝમ ખાને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ આજે સ્પષ્ટ કરી દીધુ છે. તેમણે કહ્યું કે જે દસ્તાવેજોને તેઓ કહેતા હતા કે લીક કરી શકતા નથી, અદાલતે જણાવ્યું હતું કે, સમાચારમાં છપાઇ ગયા પછી તેમાં શું બાકી રહ્યું? તેથી, બધા જ પેપર સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવશે. તેમણે પ્રધાનમંત્રીને કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે, તમે ટ્રસ્ટ જાહેર કરો અને તપાસમાં સહકાર આપો.
વધુમાં વાંચો: રાજસ્થાન લોકસભા ચૂંટણી પહેલા બીજી વખત ભાજપમાં જોડાય કિરોડી સિંહ બૈંસલા
અલી-બજરંગબલીવાળા નિવેદન પર કર્યો પ્રહાર
સપા નેતા આઝમ ખાને મેરઠ સીએમ યોગી દ્વારા અલી-બજરંગબલીવાળા નિવેદન પર કહ્યું કે, બજરંગબલી અને અલી બંને ભેગા મળી ભાજપની આપશે બલિ. તેમણે કહ્યું કે આ લોકોની હાર તો નક્કી છે.
વધુમાં વાંચો: રાફેલ ડીલ મુદ્દે માયાવતી બોલી, ‘ખોટુ બોલી ગેરમાર્ગે દોરવા માટે પીએમ મોદી માફી માગે’
ECને મારા માટે નફરત: આઝમ
પીએમ મોદીએ એર સ્ટ્રાઇક અને શહીદોના નામ પર વોટ માગવાના નિવેદન પર આઝમ ખાને કહ્યું કે ઇલેક્શન કમીશને અમારાથી નફરત છે. તેમણે ચૂંટણી કમિશન પર નિશાન સાધતા કહ્યું કે, બધી કાર્યવાહી તેઓ માત્ર મારી સામે જ કરે છે.