રાફેલ ડીલ મુદ્દે માયાવતી બોલી, ‘ખોટુ બોલી ગેરમાર્ગે દોરવા માટે પીએમ મોદી માફી માગે’
રાફેલ ડીલ મામલે કેન્દ્રની મોદી સરકારને સુપ્રીમ કોર્ટે સૌથી મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની વાંધાજનક અરજીને નકારી કાઢી છે. જેમાં ગુપ્ત દસ્તાવેજના આધાર પર પુનર્વિચાર અરજી નકારી કાઢવાની માગ કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: રાફેલ ડીલ મામલે કેન્દ્રની મોદી સરકારને સુપ્રીમ કોર્ટે સૌથી મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની વાંધાજનક અરજીને નકારી કાઢી છે. જેમાં ગુપ્ત દસ્તાવેજના આધાર પર પુનર્વિચાર અરજી નકારી કાઢવાની માગ કરી હતી. કોર્ટના આદેશ બાદ બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વિટ કરી કહ્યું કે, સાંસદની અંદર તેમજ બહાર વારંવાર ખોટુ બોલી દેશને ગેરમાર્ગે દરવા માટે પીએ મોદી માફી માગે તેમજ રક્ષા મંત્રી રાજીનામું આપે.
માયાવતીએ કર્યું ટ્વિટ
માયાવતીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરી છે. જેમાં લખ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાની આડમાં રાફેલ સંરક્ષણ ડીલમાં મોટા પ્રમાણમાં કૌભાંડ અને ભ્રષ્ટાચારને છુપાવવા માટે પીએ મોદી સરકારનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો. સુપ્રીમ કોર્ટમાં ભાજપ સરકાર પૂર્ણ રીતે ઘેરાયેલી છે. સાંસદની અંદર અને બહાર વારંવાર ખોટુ બોલી દેશને ગેરમાર્ગે દરવા માટે પીએ મોદી માફી માગે તેમજ રક્ષા મંત્રી રાજીનામું આપે.
14 માર્ચના આદેશ રાખ્યો હતો સુરક્ષિત
14 માર્ચના સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના પ્રારંભિક વાંધા (ગોપનીયતા, વિશેષાધિકાર, રાષ્ટ્રીય સુરક્ષા) પર આદેશ સુરક્ષિત રાખ્યો હતો. આ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં નવું સોગંધનામું દાખલ કરી કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની મંજૂરી વગર સંવેદનશીલ દસ્તાવેજની ફોટોકોપી કરવામાં આવી હતી. આ દસ્તાવેજોની અનધિકૃત ફોટોકોપી દ્વારા થતી ચોરીથી દેશની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોને ગંભીર અસર થઈ છે. કેન્દ્રએ કહ્યું હતું કે, પુનર્વિચાર અરજીની સાથે સંલગ્ન દસ્તાવેજ એરક્રાફ્ટની યુદ્ધ ક્ષમતા સાથે જોડાયેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે