લખનઉ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે લાગી ગઇ છે. સૌથી મોટા પ્રદેશ ઉત્તર પ્રદેશમાં બસપા અને સપાના ગઠબંધનની અટકળો વચ્ચે ભાજપ અહીં કિલાબંધીમાં જોડાઇ ગઇ છે. લોકસભા ચૂંટણીમાં અહીંથી મળેલી સૌથી મોટી જીતને પુનરાવર્તિત કરવા માટે ભાજપ હિંદુ વોટોના ધ્રુવીકરણમાં લાગી ગઇ છે. હિંદુ વોટોને એકજૂટ કરવા માટે ઉત્તર પ્રદેશના બધા નાન-મોટા મંદિરો, મઠો અને આશ્રમોની યાદી તૈયાર કરી રહી છે. આ ઉપરાંત પાર્ટી અનુસૂચિત જાતિ અને ઓબીસી હેઠળ આવનાર જાતિના લોકોની યાદી તૈયાર કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ આ રણનીતિ દ્વારા ધાર્મિક સ્થળના મુખિયા સાથે સંપર્ક કરશે અને પછી તેમના અનુયાયીઓ સુધી પહોંચશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઇમ્સ ઓફ ઇન્ડીયના સમાચાર અનુસાર ભાજપે એક ફોર્મ તૈયાર કર્યું છે અને તેને 1.4 લાખ બૂથ ઇંચાર્જને આપવામાં આવ્યું છે. આ ફોર્મમાં ધાર્મિક સ્થળનું નામ, સ્થાન, પ્રસિદ્ધ પુજારી અને તેમના મોબાઇલ નંબર ભરવાના છે. તેનો ઉદ્દેશ્ય પુજારીઓ દ્વારા મંદિર અથવા મઠો સાથે જોડાયેલા લોકો સુધી પહોંચવાનો છે. 


આ ઉપરાંત ભાજપે બૂથ લેવલના કાર્યકર્તાઓને અનુસૂચિત જાતિ અને ઓબીસી જાતિના મતદારોની યાદી કરવા માટે કહ્યું છે. સાથે એ પણ જવાબદારી સોંપવામાં આવી છે કે બૂથ પર એસસી અને ઓબીસી જાતિના ઓછામાં ઓછા બે પુરૂષ અને બે મહિલાને પાર્ટી સાથે જોડવામાં આવે. 


આ ઉપરાંત પાર્ટીના દરેક બૂથ પર તે લોકોની યાદી તૈયાર કરી રહી છે, જે વોટિંગને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. એવા લોકોના મોબાઇલ નંબર એકઠા કરવામાં આવી રહ્યા છે. યૂપીમાં લગભગ 1.6  લાખ પોલિંગ બૂથ છે. પાર્ટીનો પ્રયત્ન છે કે દરેક બૂથ પર ઓછામાં ઓછા 21 સભ્ય હોય. બૂથ લેવલ પર પાર્ટી એક અધ્યક્ષ, બે ઉપાધ્યક્ષ, મહાસચિવની નિમણૂંક કરી રહી છે.


યૂપી બીજેપીના ઉપાધ્યક્ષ જેપી રાઠૌરે જણાવ્યું કે બૂથ સેક્શન કમિટીની બેઠક 16 ઓગસ્ટથી 25 ઓગસ્ટ વચ્ચે આયોજિત કરવામાં આવશે. બૂથ મેનેજમેંટ કમિટી 29 લાખ કાર્યકર્તાની એક સમર્પિત ટીમ બનાવશે. 11 લાખ લગભગ બ્લોક અને જિલ્લા સ્તર પર કાર્યકર્તા લગાવવામાં આવશે જેથી સમગ્ર પ્રદેશમાં 40 લાખ વર્કર્સની ભરતીનો ટાર્ગેટ પુરો કરવામાં આવી શકે. પાર્ટીએ દરેક બૂથને એક અલગ કોડમાં વહેંચી દીધો છે. જે મતદાન ક્ષેત્ર અથવા પાર્ટીના ફેવરવાળા હશે તેને 'એ' કોડમાં રાખવામાં આવશે. જ્યાં પાર્ટીના 60-40 ચાંસ હશે તેને 'બી' અને જે વિસ્તારમાં અલ્પસંખ્યક પ્રભુત્વ હશે તેને 'સી' શ્રેણીમાં રાખવામાં આવશે. 


ભાજપના સંગઠન મંત્રી સુનીલ બંસલે કહ્યું કે 2019 લોકસભા ચૂંટણી માટે પ્રભાવી રણનીતિના માધ્યમથી સૂચનાઓ એકત્ર કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે પાર્ટી ગુરૂદ્વારાઓના ડેટા પણ એકત્ર કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 સીટો છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને ગઠબંધનને અહીં 73 સીટો પર જીત મળી હતી. જોકે ત્યારબાદ થયેલી પેટાચૂંટણીમાં ભાજપે ત્રણ સીટો ગુમાવી હતી.