લોકસભા ચૂંટણી 2019: ભાજપનું સંકલ્પ પત્ર આવે તે પહેલા તેમના ચૂંટણી વચનો અહીં જાણો...
ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી 2019 માટે તેમના સંકલ્પ પત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા, ખેડૂત ક્લાયણ, યુવા તેમજ મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર આપશે. ખેડૂતોના ક્લાયણના સંદર્ભમાં ભાજપને લોકોથી મોટી સંખ્યામાં સૂચના પ્રાપ્ત થઇ છે
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી 2019 માટે તેમના સંકલ્પ પત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા, ખેડૂત ક્લાયણ, યુવા તેમજ મહિલા સશક્તિકરણ પર ખાસ ભાર આપશે. ખેડૂતોના ક્લાયણના સંદર્ભમાં ભાજપને લોકોથી મોટી સંખ્યામાં સૂચના પ્રાપ્ત થઇ છે, જેમાં ખેડૂતો માટે માસિક પેન્શન યોજના શરૂ કરવાની સૂચના પણ સામેલ છે. સૂત્રોએ આ જાણકારી આપી છે. ભાજપનો સંકલ્પ પત્ર સોમવારે રજૂ થવાની દરખાસ્ત છે. પાર્ટીએ આ સાથે છેલ્લાં પાંચ વર્ષનાં કાર્યોની પ્રગતિ અહેવાલ પણ રજૂ કરી શકે છે.
વધુમાં વાંચો: આખરે કેમ મંચ પરથી PM મોદીએ કહવું પડ્યું, દીદી મારા નામ પર FIR લખાવી દેશે, જાણો અહીં
પાર્ટી સૂત્રોએ ‘ભાષા’ને જણાવ્યું કે તેમાં ખેડૂતો પર ભાર રહેશે. રાષ્ટ્રીય સુરક્ષાના વિષયને પ્રમુખતાથી ઉલ્લેખ થશે અને ભાર આપવામાં આવશે કે રાષ્ટ્રિય સુરક્ષાના વિષય પર દેશ કોઇ પ્રકારની નરમી નહી રાખે. ખેડૂત અને નવયુવાનોના હિતોથી જોડાયેલા વિષયોનો ઉલ્લેખ થશે. રોજગાર તેમજ સ્વરોજગારની વ્યાપક તકનું ટેમ્પલેટ પણ રજૂ કરવામાં આવશે.
વધુમાં વાંચો: Video: રેલીમાં ખાલી ખુર્શીઓની તસવીર ક્લિક કરવા પર કોંગ્રેસ વર્કરોએ પત્રકારને માર માર્યો
કોંગ્રેસ દ્વારા તેમના ચૂંટણી ઢંઢેરામાં ગરીબોની આર્થિક મદદ પ્રદાન કરવાના સંબંધી ન્યાય યોજનાના વચને ધ્યાનમાં રાખી ભાજપ તેમના સંકલ્પ પત્રને વધારે ધારદાર અને લોકોને પોતાની તરફ ખેંચે તેવું આકર્ષિત બનાવી રજૂ કરવા ઇચ્છે છે. તેમાં સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત આપવાની પહેલ પર વિસ્તારથી ચર્ચા થઇ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે સંકલ્પ પત્રમાં પ્રધાનમંત્રી ખેડૂત સન્માન યોજનાને વ્યાપક બનાવવાના સંબંધમાં વિસ્તારથી ચર્ચા થઇ શકે છે.
વધુમાં વાંચો: દેશના પ્રધાનમંત્રી બનાવા ઇચ્છે છે 84 વર્ષના શ્યામ બાબૂ, 30 ચૂંટણીમાં કરી ચૂક્યા છે હારનો સામનો
ખેડૂત કલ્યાણના સંબંધમાં ભાજપને લોકોથી મોટા પ્રમાણમાં સૂચનાઓ પ્રાપ્ત થઇ છે. તેમાં ખેડૂતો માટે ‘માસિક પેન્શન યોજના’ શરૂ કરવાની સૂચના મુખ્ય છે. પાર્ટીને ખેડૂતો માટે ‘કૃષક ભવિષ્ય નિધિ’ યોજનાની સૂચના પણ પ્રાપ્ત થઇ છે. ભાજપ લોકસભા ચૂંટણી માટે તેમના સંકલ્પ પત્રમાં ખેડૂતોના મનની વાતને ભારતના મનની વાતમાં મુખ્ય સ્થાન આપવા ઇચ્છે છે.
વધુમાં વાંચો: મમતાના ગઢમાં પીએમએ ધડાધડ શાબ્દિક બાણ ફેંક્યા, કહ્યું-પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદી
સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના સંકલ્પ પત્રમાં યુવા તેમજ મહિલા સશક્તિકરણ પર ખાસ ધ્યાન હશે. પાર્ટીને લોકોથી આ સંબંધમાં ઘણી સૂચનાઓ પ્રાપ્ત થઇ છે. જેમાં મંત્રીપરિષદમાં મહિલાઓ માટે ઓછામાં ઓછી 15 ટાક અનામત, બંધારણીય અધિકારીની સુરક્ષા સંબંધી કમિશનમાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવાની સૂચના સામેલ છે. મહિલા કારોબારીઓને ટેક્સમાં રાહત અને શહીદ જવાનોની વિધવાઓને સરકારી નોકરી આપવાની સૂચનાઓ પણ પ્રાપ્ત થઇ છે.
વધુમાં વાંચો: CM મમતાના સવાલ પર ECનો જવાબ- અમારે વિશ્વસનીયતા સાબિત કરવાની જરૂરીયાત નથી
યુવાઓ માટે રોજગારની તક વધારવા અને સ્વરોજગારનું મોટા પ્રમાણમાં વધારો આપવાથી લઇને વિસ્તારથી ચર્ચા કરવામાં આવી શકે છે. ત્રણ તલાક, રામ મંદિર, એક દેશ એક ચૂંટણીના વિષયો પર પણ લોકો દ્વારા મોટી સંખ્યામાં સૂચનાઓ મળી છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી માટે ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં પાર્ટીએ સંકલ્પ પત્ર (ચૂંટણી ઢંઢેરો) સમિતિ બનાવી હતી. તેના અંતર્ગત દેશભરામાં લગભગ 7500 સૂચના પેટીઓ, 300 રથો તેમજ ઇલેક્ટ્રોનિક માધ્યમોથી સૂચના પ્રાપ્ત કરી શકાશે.