દેશના પ્રધાનમંત્રી બનાવા ઇચ્છે છે 84 વર્ષના શ્યામ બાબૂ, 30 ચૂંટણીમાં કરી ચૂક્યા છે હારનો સામનો

ઓરિસ્સાના 84 વર્ષના શ્યામબાબૂ સુબુદ્ધિ, જે 30 વખત અલગ-અલગ ચૂંટણી લડી ચુક્યા છે, પરંતુ આજ સુથી એક વખત પણ જીત્યા નથી. તેમ છતાં તેઓ ફરી એક વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

દેશના પ્રધાનમંત્રી બનાવા ઇચ્છે છે 84 વર્ષના શ્યામ બાબૂ, 30 ચૂંટણીમાં કરી ચૂક્યા છે હારનો સામનો

નવી દિલ્હી: કેટલાક લોકો એટલા ઝનૂની હોય છે કે સતત હારનો સામનો કરવા છંતા પણ હાર માનવા તૈયાર થતા નથી અને સતત જીત માટે લડત આપતા રહે છે. એવા લોકોમાંથી એક છે ઓરિસ્સાના 84 વર્ષના શ્યામબાબૂ સુબુદ્ધિ, જે 30 વખત અલગ-અલગ ચૂંટણી લડી ચુક્યા છે, પરંતુ આજ સુથી એક વખત પણ જીત્યા નથી. તેમ છતાં તેઓ ફરી એક વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જણાવી દઇએ કે, શ્યામબાબૂ સુબૂદ્ધિ પર દેશના પ્રધાનમંત્રી બનાવવાનું ઝનૂન સવાર છે અને આજ કારણ છે કે તેઓ લોકસભા ચૂંટણીમાં ઉભા છે. શ્યામબાબૂને આસા છે કે આ લોકસભા ચૂંટણીમાં તેઓ તેમની પહેલી જીત હાંસલ કરવામાં જરૂર સફળ થશે.

ભ્રષ્ટાચારની સામે લડાઇ ચાલુ રાખવી છે
ઓરિસ્સાના બેરહમપુરના રહેવાસી શ્યામબાબુ સુબુદ્ધિ લોકસભા ચૂંટણીમાં ઉભા થયા પર કહે છે કે, હું પહેલી વખત 1962માં ચૂંટણી લડ્યો હતો અને ત્યારથી અત્યાર સુધી 32 વખત ચૂંટણી લડી ચુક્યો છું. જેમાં લોકસભા અને વિધાનસબા ચૂંટણી સામેલ છે. મારે ભ્રષ્ટાચારની સામે લડાઇ ચાલુ રાખવી છે. મારો ચૂંટણી સિમ્બોલ એક બેટ છે અને તેમાં પ્રધાનમંત્રી ઉમેદવાર લખ્યું છે. મને અત્યાર સુધી ઘણી પાર્ટીઓથી ઓફર મળી છે, પરંતુ હું હમેશા સ્વતંત્ર ઉમેદવાર તરીકે જ ઉભો રહ્યો છું.

— ANI (@ANI) April 7, 2019

પાતના દમ પર અભિયાન ચલાવું છું
તેમણે વધુમાં કહ્યું કે, હું અસ્કા અને બેરહમપુરથી લોકસભા ચૂંટણી લડવા જઇ રહ્યો છું. હું, ટ્રેનો, બસો અને બજારોમાં અલગ અલગ જગ્યાએ પોતાના દમ પર અભિયાન ચલાવું છું. તેનાથી કોઇ ફર્ક પડતો નથી કે હું જીતુ કે હારૂ છું. મારે લડાઇ ચાલુ રાખવી છે. 84 વર્ષના સુબુદ્ધિનું કહેવું ચે કે, તેઓ દેશના રાજકારણથી ખુબજ નારાજ છે અને તેમને આ એકદમ પસંદ નથી કે મતદાતાઓને પોતાની તરફ ખેંચવા ચૂંટણીમાં પૈસાનો ઉપયોગ કરવામાં આવે છે. મતદાતાઓને પોતાની તરફ ખેંચવા માટે પૈસાની જગ્યાએ દેશનો વિકાસ થવો જોઇએ, તેનાથી મતદાતા પોતાના જાતે ઉમેદવારને વોટ આપશે.

જણાવી દઇએ કે સુબુદ્ધિની જેમ તમિલનાડુના સેલમના રહેવાસી પદ્મરાજન પણ ખુબજ ઝનુની છે અને તેઓ પણ આ ઝનુન સાથે ઘણી વખત ચૂંટણી લડી ચુક્યા છે. પરંતુ હમેશાં હારનો જ સામનો કરવો પડ્યો છે. પદ્મરાજન 200મી વખત ધર્મપુરીથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. જણાવી દઇએ કે, પદ્મરાજન હોમ્યોપેથિક ડોક્ટર છે અને તેઓ સૌથી વધારે વખત હારનાર ઉમેદવાર તરીકે પોતાનું નામ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા ઇચ્છે છે. આ કારણ છે કે પદ્મરાજન આ સુધી જીતવાની જગ્યાએ હારવાના ઇરાદાથી ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news