પટના: લોકસભા ચૂંટણીનો શંખનાદ થઇ ગયો છે. આરોપ-પ્રત્યારોપનો દોર પણ ચાલી રહ્યાં છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ કે. ચંદ્રશેખર રાવને ઘેરતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (પીકે)ને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે પીકેને બિહારી ડાકુની સંજ્ઞા આપી છે. ચંદ્રબાબુ નાયડુના આ નિવેદન બાદ રાજકારણ ગરમાવવાની સંભાવનાઓ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: ભાજપના ઉમેદવારોની સંભવિત પ્રથમ યાદી, જાણો કોને મળશે ટિકિટ


આંધ્ર પ્રદેશના ઓંગોલમાં એક જનસભાનું સંબોધન કરતા તેમણે કે. ચંદ્રશેખર રાવ પર ક્રિમિનલ પોલિટિક્સ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ કહ્યું કે, તે કોંગ્રેસ અને ટીડીપીના ધારાસભ્યોને તેમની તરફેણમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.


વાવાઝોડાના વિનાશની ધાર પર છે આ દેશ, મદદ માટે પહોંચ્યા ભારતીય નૌકાદળના 3 યુદ્ધ જહાજ


ચંદ્રબાબુ નાયડૂના નિવેદન પર પ્રશાંત કિશોરે ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, એક અનુભવી નેતા તેમની હાર જોઇ ભયભીત થઇ ગયા છે. એટલા માટે તેમના આ આધારહીન આરોપથી આશ્ચર્યજનક નથીં હું. સાથે જ પીકેએ કહ્યું કે મારી સામે તમારી આ અપમાનજનક ભાષાત તમારા પૂર્વાગ્રહ અને બિહારની સામે તમારી હતાશાને દર્શાવે છે. સારૂં હોત કે તમે આ વાત પર વધારે ધ્યાન આપતા કે આંધ્ર પ્રદેશની જનતા તમને વોટ આપે.


પ્રિયંકાના વારાણસી પ્રવાસ પહેલા આવ્યો નવો વિવાદ, વકીલોએ મંદિર દર્શન પર ઉઠાવ્યો વાંધો


JDUમાં પણ એકલા પડી ગયા ગયા છે પીકે
આ પહેલા પ્રશાંત કિશોર 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ, 2015ની વિધાનસભામાં મહાગઠબંધન અને પંજાબમાં કોંગ્રેસ જેવી પાર્ટીઓ માટે ચૂંટણી રાજનીતિ બનાવવાનું કામ કરી ચુક્યા છે. હાલમાં તેમણે આપેલા નિવેદન બાદ પીકે તેમની પાર્ટી જેડીયુમાં પણ એકલા પડતા જોવા મળી રહ્યાં છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...