મુંબઈ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી ગભરાઈ ગયા છે. આથી તેમણે વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું છે. ZEE ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં રૂપાણીએ કહ્યું કે વિપક્ષીદળોમાં દરેક જણ વડાપ્રધાન બનવા માંગે છે. પરંતુ તેમને આવી કોઈ તક મળવાની નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિન્નાહવાળા નિવેદન પર આખરે શત્રુઘ્ન સિન્હાએ કરવી પડી સ્પષ્ટતા, કહ્યું- 'જીભ લપસી ગઈ'


ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે મુંબઈ ખાતે પ્રચાર કરવા પહોંચ્યા હતાં. રૂપાણીએ મુંબઈના ઉત્તર પૂર્વના ભાજપના ઉમેદવાર મનોજ કોટક માટે પ્રચાર કર્યો. વિજય રૂપાણીએ શરદ પવારના વિપક્ષના વડાપ્રધાન પદના નિવેદન પર કહ્યું કે 23મી મેના રોજ પરિણામો આવ્યા બાદ ખબર પડશે કે વિપક્ષની પાસે વડાપ્રધાન બનવાની તક  હશે કે નહીં. શત્રુઘ્ન સિન્હાના નિવેદન પર વિજય રૂપાણીએ કહ્યું કે જિન્નાહનો અર્થ પાકિસ્તાન હોય છે. તેમણે કહ્યું હશે કોંગ્રેસ પાકિસ્તાનની પાર્ટી છે. 


ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી ઉત્તર પ્રદેશમાં થઈ છે. કોંગ્રેસને લાગ્યું કે બધુ ચેન્જ થઈ જશે પરંતુ એવું થયું નહીં. વિરોધીઓ મોદીની લોકપ્રિયતાથી ડરેલા છે. તેમને ખબર છે કે પ્રિયંકા ગાંધી હારી જશે, આથી તેમને ચૂંટણીમાં ઉતાર્યા નહીં. રાહુલ ગાંધીએ પણ બે જગ્યાએથી ઉમેદવારીફોર્મ ભર્યું છે. આખા દેશમાં 2014થી પણ વધુ બેઠકો આ વખતે ભાજપ અને સહયોગી પક્ષો મેળવશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...