જિન્નાહવાળા નિવેદન પર આખરે શત્રુઘ્ન સિન્હાએ કરવી પડી સ્પષ્ટતા, કહ્યું- 'જીભ લપસી ગઈ'

કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાને મોહમ્મદ અલી જિન્હાનું નામ લઈને કહ્યું હતું કે તેમણે દેશની આઝાદી અને વિકાસમાં યોગદાન આપ્યું. આ નિવેદન બાદ દેશના રાજકારણમાં જાણે ગરમાવો જ આવી ગયો. સત્તાપક્ષના નેતા સતત સિન્હા પર નિશાન સાધી રહ્યાં છે. ત્યારબાદ સિન્હાએ સ્પષ્ટીકરણ આપ્યું કે તેમણે ભૂલથી જિન્નાહનું નામ લીધુ છે. પરંતુ તેમને તેમના આ નિવેદન બદલ કોઈ અફસોસ નથી. 
જિન્નાહવાળા નિવેદન પર આખરે શત્રુઘ્ન સિન્હાએ કરવી પડી સ્પષ્ટતા, કહ્યું- 'જીભ લપસી ગઈ'

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાને મોહમ્મદ અલી જિન્હાનું નામ લઈને કહ્યું હતું કે તેમણે દેશની આઝાદી અને વિકાસમાં યોગદાન આપ્યું. આ નિવેદન બાદ દેશના રાજકારણમાં જાણે ગરમાવો જ આવી ગયો. સત્તાપક્ષના નેતા સતત સિન્હા પર નિશાન સાધી રહ્યાં છે. ત્યારબાદ સિન્હાએ સ્પષ્ટીકરણ આપ્યું કે તેમણે ભૂલથી જિન્નાહનું નામ લીધુ છે. પરંતુ તેમને તેમના આ નિવેદન બદલ કોઈ અફસોસ નથી. 

શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે કોંગ્રેસ અંગે હું લોકોને બતાવી રહ્યો હતો. કોંગ્રેસે દેશ માટે વિકાસનું કામ કર્યું છે અને નહેરુથી લઈને મહાત્મા ગાંધી કોંગ્રેસમાં હતાં. તેમણે કહ્યું કે જિન્નાહનું નામ  લેવા માંગતો નહતો પરંતુ હું મૌલાના આઝાદનું નામ લેવા માંગતો હતો. પરંતુ સ્લીપ ઓફ ટંગ (જીપ લપસી ગઈ)ના કારણે જિન્નાહનું નામ લેવાઈ ગયું. 

— ANI (@ANI) April 27, 2019

જો કે શત્રુઘ્ન સિન્હાને તેનો કોઈ અફસોસ નથી. તેમણે કહ્યું કે જીભ લપસી જતા જે ભૂલ થઈ તો તેમા અફસોસ શેનો. જેના પર તરત મેં મારું નિવેદન આપ્યું છે. પાર્ટી આ અંગે કશું બોલી રહી નથી. મેં પોતે સ્વીકારી લીધુ છે કે ભૂલથી જિન્નાહનું નામ લીધુ તો તેમાં કોઈ અફસોસ હોવો જોઈએ નહીં. જીભ લપસવાથી જે ભૂલ થઈ તેના પર લોકો રાજકારણ રમી રહ્યાં છે. 

અત્રે જણાવવાનું કે શત્રુઘ્ન સિન્હા મધ્ય પ્રદેશના છિંદવાડામાં મુખ્યમંત્રી કમલનાથના પુત્ર અને કોંગ્રેસના ઉમેદવાર નકુલનાથ માટે પ્રચાર કરવા પહોંચ્યા હતાં. ત્યાં તેમણે આપેલું ભાષણ તેમની પાર્ટી માટે જ અસહજ સ્થિતિ પેદા કરી રહ્યું છે. 

જુઓ LIVE TV

શત્રુઘ્ન સિન્હાના ભાષણની સાથે જ આ લોકસભાની ચૂંટણીમાં પણ જિન્નાહનું જિન ફરી પાછું બોટલમાંથી બહાર આવ્યું છે. સોસરમાં આયોજિત એક ચૂંટણી સભાને સંબોધતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે દેશની આઝાદી અને વિકાસમાં મોહમ્મદ અલી જિન્નાહનું પણ યોગદાન રહ્યું છે. 

કોંગ્રેસ પાર્ટીના વખાણ કરતા સિન્હાએ કહ્યું કે સરદાર પટેલથી લઈને નહેરુ સુધી, મહાત્મા ગાંધીથી લઈને જિન્નાહ સુધી, ઈન્દિરા ગાંધીથી લઈને રાહુલ ગાંધી સુધી, ભારતની આઝાદી અને વિકાસમાં બધાનું યોગદાન છે. આથી હું કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો. અત્રે જણાવવાનું કે શત્રુઘ્ન સિન્હા પટણા સાહિબ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news