નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન આજે એટલે કે 18 એપ્રિલના રોજ યોજાયું છે. નિર્ધારિત સમય મુજબ મતદાન શરૂ થઈ ગયું છે.  દેશના 12 રાજ્યની 95 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયા મુજબ બીજા તબક્કામાં 13 રાજ્યની 97 સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ તમિલનાડુની વેલ્લોર સીટનું મતદાન રદ્દ કરાયું છે, જ્યારે ત્રિપુરા લોકસભાની ત્રિપુરા પૂર્વ સીટનું 18 એપ્રિલના મતદાનની તારીખ બદલી નાખવામાં આવી છે. આ કારણે, હવે 12 રાજ્યની 95 સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE લોકસભા ચૂંટણી 2019: રક્ષામંત્રી નિર્મલા સીતારમન, કમલ હસન પુત્રી શ્રુતિ સાથે મત આપવા પહોચ્યાં


આ ઉમેદવારોના ભાગ્યનો આજે થશે ફેંસલો


આ તબક્કાના મતદાનમાં પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા(ટુમકુર), કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને દ્રમુક નેતા ડી રાજા (નીલગિરિ) સહિત અન્ય પ્રમુખ નેતાઓ ચૂંટણીના મેદાનમાં છે. જેમના ભાગ્યનો ફેંસલો આજે થશે. આ સિવાય હેમામાલિની(મથુરા), રાજ બબ્બર (ફતેહપુર સિકરી), ફારુક અબ્દુલ્લા(શ્રીનગર), વિરપ્પા મોઈલી(ચિકબલપુર), તારીક અનવર(કટિહાર), કનિમોઝી કરૂણાનિધી(થુતુકુડી), કિર્તી ચિદમ્બરમ(સિવાગંગા). ઉમેદવારોની સૂચિમાં કોલકાતા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ સી એસ કર્ણન પણ સામેલ છે. તેઓ ચેન્નાઈ લોકસભા મતવિસ્તારમાંથી એન્ટી  કરપ્શન ડાયનામિક પાર્ટીના ઉમેદવાર  તરીકે ચૂંટણીના મેદાનમાં છે. 


મથુરા- હેમા માલિની vs નરેન્દ્ર સિંહ
મથુરાની બેઠક પર ભાજપના હેમા માલિની અને આરએલડીના નરેન્દ્ર સિંહ સામે મુકાબલો છે. ગત ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના હેમા માલિની જીત્યા હતાં. 


આગરા- એસપી સિંહ બઘેલ vs મનોજકુમાર સોની
આગરાની આ હોટ સીટ પર ભાજપના એસપી સિંહ બઘેલ અને બીએસપીના મનોજકુમાર સોની વચ્ચે મુકાબલો છે. ગત વખતની ચૂંટણીમાં આ બેઠક ભાજપના રામશંકર કઠેરિયા જીત્યા હતાં. 


ફતેહપુર સિકરી- રાજ બબ્બર vs રાજકુમાર ચાહર
આ બેઠક પર કોંગ્રેસના રાજ બબ્બર અને ભાજપના રાજકુમાર ચાહર વચ્ચે મુકાબલો છે. ગત ચૂંટણીમાં આ બેઠક ભાજપના બાબુલાલ જીત્યા હતાં. 


અમરોહા- કુંવર દાનિશ અલી vs કંવર સિંહ તંવર
આ બઠક પર બીએસપીના કુંવર દાનીશ અલીનો મુકાબલો ભાજપના કંવર સિંહ તંવર સામે છે. ગત ચૂંટણીમાં ભાજપના કંવર સિંહ તંવર જ જીત્યા હતાં. 


બાંકા- જય પ્રકાશ નારાયણ યાદવ vs ગિરધારી યાદવ
આરજેડીના જય પ્રકાશ નારાયણ યાદવ અને જેડીયુના ગિરધારી યાદવ વચ્ચે મુકાબલો છે. ગત ચૂંટણીમાં આરજેડીના જય પ્રકાશ નારાયણ જીત્યા હતાં. 


દાર્જિલિંગ- રાજુ સિંહ બિસ્તા vs અમર સિંહ રાય
આ બેઠક પર ભાજપના રાજુ સિંહ બિસ્તાનો મુકાબલો ટીએમસીના અમર સિંહ રાય સામે છે. આ બેઠક ગત ચૂંટણીમાં ભાજપના એસ એસ આહલુવાલિયાના ફાળે ગઈ હતી. 


ઉસ્માનાબાદ- ઓમરાજે નિંબાલકર vs રાણા જગજીત સિંહ પાટીલ
મહારાષ્ટ્રની આ બઠક પર શિવસેનાના ઓમરાજે નિંબાલકરનો મુકાબલો એનસીપીના રાણા જગજીત સિંહ પાટીલ સામે છે. ગત ચૂંટણીમાં શિવસેનાના રવિન્દ્ર ગાયકવાડ જીત્યા હતાં. 


શ્રીનગર- ફારુક અબ્દુલ્લા vs આગા સૈયદ મોહસિન 
શ્રીનગર બેઠક પર નેશનલ કોન્ફન્સના ફારુક અબ્દુલ્લા સામે પીડીપીના આગા સૈયદ મોહસિન ચૂંટણી લડી રહ્યાં છે.  આ બેઠક ગત ચૂંટણીમાં પીડીપીના તારિક હમીદ કારા જીત્યા હતાં જ્યારે 2017ની પેટાચૂંટણીમાં ફારુક અબ્દુલ્લા જીત્યા હતાં. 


બલાંગીર- સંગીતા કુમારી સિંહદેવ vs કલિકેશ નારાયણ સિંહદેવ
આ બેઠક પર ભાજપના સંગીતા કુમારી સિંહદેવ સામે બીજેડીના કલિકેશ નારાયણ સિંહદેવ છે. ગત ચૂંટણીમાં કલિકેશ આ  બેઠક જીત્યા હતાં. 


શિવગંગા- કાર્તિ ચિદમ્બરમ vs એચ રાજા
આ બેઠક પર કોંગ્રેસના કાર્તિ ચિદમ્બરમનો મુકાબલો ભાજપના એચ રાજા સામે છે. ગત ચૂંટણીમાં આ બેઠક એઆઈએડીએમકેના કે સેન્થિલનાથન જીત્યા હતાં. 


તૂતીકોરિન-તૂતુકુડી કનિમોઝી vs ટી સૌંદર્યારાજન
આ બેઠક ગત ચૂંટણીમાં એઆઈએડીએમકેના જે ત્યાગરાજ જીત્યા હતાં અને આ વખતે તેના માટે ડીએમકેના કનિમોઝી  અને ભાજપના ટી સૌંદર્યારાજન ચૂંટણી લડી રહ્યાં છે. 


નીલગીરી- એ રાજાvs એમ ત્યાગરાજન
આ  બેઠક માટે ડીએમકેના એ રાજા અને એઆઈએડીએમકેના એમ ત્યાગરાજન ચૂંટણી લડી રહ્યાં છે. ગત ચૂંટણીમાં એઆઈએડીએમકેના કે સી ગોપાલકૃષ્ણન જીત્યા હતાં. 


કન્યાકુમારી પી રાધાકૃષ્ણનvs એચ વસંત કુમાર
આ બેઠક માટે ભાજપના પી રાધાકૃષ્ણન અને કોંગ્રેસના એચ વસંતકુમાર વચ્ચે મુખ્ય મુકાબલો છે. ગત ચૂંટણીમાં ભાજપના કે પી રાધાકૃષ્ણન જીત્યા હતાં. 


બેંગ્લોર દક્ષિણ- તેજસ્વી સૂર્યા vs બી કે હરિપ્રસાદ
આ બેઠક માટે ભાજપના તેજસ્વી સૂર્યા અને કોંગ્રેસના બી કે હરિપ્રસાદ વચ્ચે મુખ્ય મુકાબલો છે. ગત વખતે ભાજપના અનંતકુમાર આ ચૂંટણી જીત્યા હતાં. 


ટુમકુર- એચ ડી  દેવગૌડા vs જી એસ બાસવરાજ
ટુમકુર માટે જેડીએસના એચ ડી દેવગૌડા અને ભાજપના જી એસ બાસવરાજ મેદાનમાં છે. ગત ચૂંટણી કોંગ્રેસના મુદ્દાહનુમેગૌડા જીત્યા હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...