LIVE ચૂંટણી 2019: યુપીના એક ગામના લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર, જણાવ્યું કારણ

લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન આજે એટલે કે 18 એપ્રિલના રોજ યોજાયું છે. નિર્ધારિત સમય મુજબ મતદાન શરૂ થઈ ગયું છે.  દેશના 12 રાજ્યની 95 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

LIVE ચૂંટણી 2019: યુપીના એક ગામના લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર, જણાવ્યું કારણ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન આજે એટલે કે 18 એપ્રિલના રોજ યોજાયું છે. નિર્ધારિત સમય મુજબ મતદાન શરૂ થઈ ગયું છે.  દેશના 12 રાજ્યની 95 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયા મુજબ બીજા તબક્કામાં 13 રાજ્યની 97 સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ તમિલનાડુની વેલ્લોર સીટનું મતદાન રદ્દ કરાયું છે, જ્યારે ત્રિપુરા લોકસભાની ત્રિપુરા પૂર્વ સીટનું 18 એપ્રિલના મતદાનની તારીખ બદલી નાખવામાં આવી છે. આ કારણે, હવે 12 રાજ્યની 95 સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે.  ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા બેઠકના બૂથ નંબર 46 પર ઈવીએમ ખરાબ થવાના કારણએ મતદાન અટકાવવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરની  બે લોકસભા બેઠકો શ્રીનગર અને ઉધમપુરમાં પણ આજે મતદાન ચાલુ છે. સુરક્ષા કારણોસર શ્રીનગર સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના બીડ લોકસભા મતવિસ્તાર હેઠળ આવતી પાંચ જગ્યાઓ પર ઈવીએમ અને વીવીપેટ મશીનોમાં ગડબડીની ફરિયાદો સામે આવી છે. જેમાં ગેવરઈ, મજલગાંવ, કેઝ, અષ્ટી અને પરાલી સામેલ છે. જો કે આ મશીનો તરત બદલી દેવાયા છે. ત્યારબાદ મતદાન સુચારુ રીતે ચાલુ રહ્યું છે. 

ઉત્તર પ્રદેશના એક ગામે કર્યો મતદાનનો બહિષ્કાર
ઉત્તર પ્રદેશના ફતેહપુર સિકરીના એક ગામના લોકોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે ગામમાં સુચારુ રીતે સિંચાઈ વ્યવસ્થા નથી. તેમને તેનાથી પરેશાની ભોગવવી પડે છે. ગામના પોલીંગ બૂથ સંખ્યા 41ના મતદાનકર્મીઓનું કહેવું છે કે અત્યાર સુધી આ મથકે એક પણ વ્યક્તિ મતદાન કરવા આવી નથી. 

બપોરે 1 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન
બપોરે એક વાગ્યા સુધીમાં છત્તીસગઢની 3 બેઠકો માટે 41.83 ટકા, યુપીની 8 બેઠકો પર 37.41 ટકા, ઓડિશામાં 29.90 ટકા, તામિલનાડુમાં 30.63 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 25.85 ટકા, બિહારમાં 38.48 ટકા, કર્ણાટકમાં 32.16 ટકા, મહારાષ્ટ્રમાં 29.64 ટકા, મણિપુરમાં 47.78 ટકા અને પશ્ચિમ બંગાળમાં 44.23 ટકા તથા પુડ્ડુચેરીમાં 41.29ટકા મતદાન નોંધાયું છે. 

છત્તીસગઢમાં આઈઈડી બ્લાસ્ટ
છત્તીસગઢના રાજનાંદગાવ વિસ્તારમાં નક્સલીઓએ મતદાન દરમિયાન અશાંતિ ફેલાવવા માટે સવારે 11 વાગે આઈઈડી વિસ્ફોટ કર્યો. કોરચા અને માનપુર વચ્ચે નક્સલીઓએ ઈન્ડો તિબ્બતન બોર્ડર  પોલીસની રોડ ઓપનિંગ પાર્ટીને નિશાન બનાવી. જેમાં આઈટીબીપી કોન્સ્ટેબલ માન સિંહ ઘાયલ થયા. વિસ્તારમાં જો કે મતદાન ચાલુ જ છે. 

(CPM ઉમેદવાર મોહમ્મદ સલીમની કાર પર ઈસ્લામપુરમાં હુમલો-તસવીર એએનઆઈ)

11.45 વાગ્યા સુધીમાં જાણો કેટલું નોંધાયું મતદાન
સવારે 11.45 કલાક સુધીમાં છત્તીસગઢની 3 બેઠકો માટે 30.53 ટકા મતદાન જ્યારે યુપીની 8 બેઠકો માટે 24.37 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 17.92 ટકા, મણિપુરમાં 29.02 ટકા, મહારાષ્ટ્રમાં 18.50 ટકા, કર્ણાટકમાં 19.80 ટકા, પશ્ચિમ બંગાળમાં 33.52 ટકા અને પુડ્ડુચેરીમાં 25.09 ટકા મતદાન નોંધાયું છે. 

પં.બંગાળમાં હિંસા
પશ્ચિમ બંગાળના રાયગંજમાં ચૂંટણી હિંસા થઈ હોવાના અહેવાલો છે. અહીંના ચોપરાના બૂથ સંખ્યા 159 પર હોબાળો મચ્યો છે. અહીં ભાજપના કાર્યકર્તાઓનો આરોપ છે કે ટીએમસી કાર્યકર્તાઓએ મહિલાઓને મત આપતા રોક્યા છે. ત્યારબાદ લોકોએ હાઈવે જામ કરી નાખ્યો. પોલીસે હાઈવે ખોલાવવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના સેલ પણ છોડ્યાં. આ બાજુ રાયગંજથી વર્તમાન સીપીએમ સાંસદ મોહમ્મદ સલીમના કાફલા ઉપર હુમલાના અહેવાલો પણ છે. સીપીએમ ઉમેદવાર મોહમ્મદ સલીમની કાર પર હુમલો ઉત્તર દીનાઝપુર જિલ્લાના ઈસ્લામપુર ખાતે થયો છે. સીપીએમ નેતા સલીમે આરોપ લગાવ્યો કે તેમની કાર પર  હુમલો ટીએમસીના કાર્યકર્તાઓએ કર્યો. રાયગંજ લોકસભા બેઠકથી ટીએમસીના કનૈયાલાલ અગ્રવાલ મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસે આ સીટ પરથી દીપાદાસ મુન્શી અને ભાજપે દેબશ્રી ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. 

LIVE ચૂંટણી 2019: BJP ઉમેદવાર કંવર સિંહ તંવરનો આરોપ, 'બુરખાની આડમાં થાય છે ફેક વોટિંગ'

યુપીના અમરોહામાં ફેક વોટિંગ થઈ રહ્યું હોવાનો કંવર સિંહ તંવરનો આરોપ
ઉત્તર પ્રદેશના અમરોહા લોકસભા મતવિસ્તારથી ભાજપના ઉમેદવાર અને સાંસદ કંવર સિંહ તંવરે આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ વોટર બુરખાની આડમાં ફેક વોટિંગ કરી રહ્યાં છે. જેના પર બસપાના અમરોહાથી લોકસભા ઉમેદવાર દાનિશ અલીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપ હારી રહ્યો છે એટલે આ કારણે તે બુરખા અને મંદિર મસ્જિદની વાતો કરી રહ્યો છે. 11 એપ્રિલના રોજ મુઝફ્ફરનગરથી ભાજપના ઉમેદવાર સંજીવ બાલિયાને પણ આવો જ આરોપ લગાવ્યો હતો. 

છત્તીસગઢમાં મતદાનકર્મીનું મોત, પ.બંગાળમાં BJP કાર્યકર્તાની લાશ મળી આવી
છત્તીસગઢના કાંકેરમાં પોલીંગ બૂથ સંખ્યા 186માં મતદાન દરમિયાન એક મતદાનકર્મીનું હાર્ટએટેકથી મોત થયું છે. જ્યારે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં ભાજપના કાર્યકર્તાનો મૃતદેહ ઝાડ પર લટકતો જોવા મળ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં હડકંપ મચ્યો છે. યુપીના કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ અને ફતેહપુર સિકરીના ઉમેદવાર રાજ બબ્બરે પણ મતદાન કર્યું. 

બિહારમાં 5 બેઠકો માટે 10 વાગ્યા સુધીમાં 19.5 ટકા મતદાન
બિહારમાં સવારના 10 વાગ્યા સુધીમાં 19.5 ટકા મતદાન નોંધાયુ છે. પુર્ણિયામાં 15 ટકા, કટિહારમાં 15, બાંકામાં 14.25 ટકા, કિશનગંજમાં 15.5 ટકા અને ભાગલપુરમાં 15 ટકા વોટિંગ નોંધાયુ છે. પુર્ણિયા લોકસભા બેઠકના કોઢા વિધાનસભાના ફલકા પ્રખંડના બૂથ સંખ્યા 39 પર પોલીંગ એજન્ટ સાથે પોલીસકર્મીએ મારપીટ કરી હોવાના અહેવાલ છે. ગ્રામીણોમાં આ ઘટનાને લઈને આક્રોશ છે. આરોપ છે કે પોલીસે ગોળી મારવાની ધમકી પણ આપી છે. હાલ મતદાનમાં વિધ્ન પડ્યું છે અને લોકો હોબાળો મચાવી રહ્યાં છે. 

શરૂઆતના બે કલાકમાં (9 વાગ્યા સુધીમાં) ક્યાં કેટલું મતદાન
સવારે નવ વાગ્યા સુધીમાં આસામની પાંચ બેઠકો પર 9.51 ટકા, જમ્મુ અને કાશ્મીરની બે બેઠકો પર 0.99 ટકા, કર્ણાટકની 14 બેઠકો માટે 1.14 ટકા, મહારાષ્ટ્રની 10 બેઠકો પર 0.85 ટકા, મણિપુરની એક બેઠક માટે 1.78 ટકા, ઓડિશાની પાંચ બેઠકો પર 2.15 ટકા, તામિલનાડુની 38 બેઠકો માટે 0.81 ટકા, ત્રિપુરાની એક બેઠક માટે 0 ટકા, યુપીની 8  બેઠકો પર 3.99 ટકા, પશ્ચિમ બંગાળની 3 બેઠકો માટે 0.55 ટકા, છત્તીસગઢની 3 બેઠકો માટે 7.75 ટકા, અને બિહારની પાંચ બેઠકો પર 12.27 ટકા તથા પુડ્ડુચેરીમાં 1.62 ટકા મતદાન નોંધાયું છે. 

કનીમોઝી સહિત આ નેતાઓએ કર્યું મતદાન
મતદાનના પહેલા બે કલાક એટલે કે નવ વાગ્યા સુધીમાં બિહારની પાંચ બેઠકો પર 5.73 ટકા મતદાન નોંધાયું છે. ડીએમકેના નેતા કનિમોઝીએ ચેનાનાઈના અલવરપેટના પોલીંગ બૂથ પર મતદાન કર્યું. આ બાજુ કર્ણાટકમાં ડે.સીએમ જી પરમેશ્વરે પણ પત્ની સાથે ટુમકુરમાં મતદાન કર્યું. આરએસએસ નેતા દત્તાત્રેય હોસબલેએ શેશાદ્રીપુરમ ખાતે બૂથ નંબર 45 પર મતદાન કર્યું. મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે ઈમ્ફાલ ખાતે મત આપ્યો. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ પત્ની અને પુત્ર સાથે રમણગંગા કાતે મતદાન કર્યું. 

પીએમ મોદીએ કરી અપીલ
પીએમ મોદીએ આજે થઈ રહેલા બીજા તબક્કાના મતદાન અગાઉ ટ્વિટ કરીને મતદારોને મતદાન કરવા અપીલ કરી છે. તેમણે લખ્યું કે," દેશના વ્હાલા નાગરિકો, આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન છે. આજે જ્યાં જ્યાં પણ મતદાન થઈ રહ્યું છે તે લોકો લોકતંત્રને મજબુત બનાવશે તેવી મને ખાતરી છે. હું આશા રાખુ છું કે પોલીંગ બૂથ પર વધુમાં વધુ યુવા મતદાતાઓ આવીને મતદાન કરશે."

— ANI (@ANI) April 18, 2019

નિર્મલા સીતારમન અને કમલ હસન મત આપવા પહોંચ્યાં
રક્ષા મંત્રી નિર્મલા સીતારમન દક્ષિણ બેંગ્લુરુના જયાનગરના પોલીંગ બૂથ નંબર 54 પર મત આપવા પહોંચ્યાં. જ્યારે અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલ હસન પુત્રી શ્રુતિ હસન સાથે ચેન્નાઈની અલવરપેટ કોર્પોરેશન સ્કૂલ ખાતેના પોલીંગ બૂથ નંબર 27 પર મત આપવા પહોંચ્યાં અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. અભિનેતા પ્રકાશ રાજ પણ બેંગ્લોરમાં મતદાન કરવા પહોંચ્યા છે.

(કાશ્મીરના ડોડામાં થઈ રહ્યું છે મતદાન-તસવીર એએનઆઈ)

રજનીકાંત અને પી. ચિદમ્બરમે કર્યું મતદાન
અભિનેતામાંથી રાજનેતા બનેલા સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નાઈ સેન્ટ્રલ મતવિસ્તારના સ્ટેલા મરીસ કોલેજ પોલીંગ બૂથ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જ્યારે કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે શિવગંગાના કરાઈકુડીના પોલીંગ બૂથ ખાતે મતદાન કર્યું. 

આ ઉમેદવારોના ભાગ્યનો આજે થશે ફેંસલો

આ તબક્કાના મતદાનમાં પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા(ટુમકુર), કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને દ્રમુક નેતા ડી રાજા (નીલગિરિ) સહિત અન્ય પ્રમુખ નેતાઓ ચૂંટણીના મેદાનમાં છે. જેમના ભાગ્યનો ફેંસલો આજે થશે. આ સિવાય હેમામાલિની(મથુરા), રાજ બબ્બર (ફતેહપુર સિકરી), ફારુક અબ્દુલ્લા(શ્રીનગર), વિરપ્પા મોઈલી(ચિકબલપુર), તારીક અનવર(કટિહાર), કનિમોઝી કરૂણાનિધી(થુતુકુડી), કિર્તી ચિદમ્બરમ(સિવાગંગા). 

ઉમેદવારોની સૂચિમાં કોલકાતા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ સી એસ કર્ણન પણ સામેલ છે. તેઓ ચેન્નાઈ લોકસભા મતવિસ્તારમાંથી એન્ટી  કરપ્શન ડાયનામિક પાર્ટીના ઉમેદવાર  તરીકે ચૂંટણીના મેદાનમાં છે. 

બીજા તબક્કાના મતદાનની રાજ્યવાર માહિતી 

તમિલનાડુ-39
કુલ 39 સીટ, 38 સીટ પર યોજાશે મતદાન. વેલ્લોર સીટનું મતદાન ચૂંટણી પંચ દ્વારા મંગળવારે રદ્દ કરાયું છે. 
કુલ મતદારઃ 5.98 કરોડ

ઉત્તરપ્રદેશ-8
ફતેહપુર સિકરી, આગરા, મથુરા, હાથરસ, અલીગઢ, બુલંદશહર, અમરોહા, નગીના
કુલ મતદારઃ1.40 કરોડ

મહારાષ્ટ્ર-10
બુલઢાણા, અકોલા, અમરાવતી, હિંગોલી, નાંદેડ, પરભણી, બીડ, ઉસ્માનાબાદ, લાતુર, સોલાપુર
કુલ મતદારઃ 1.85 કરોડ

લોકસભા-2019: ભાજપની 4 ઉમેદવારની યાદી, ભોપાલમાં દિગ્વિજય Vs સાધ્વી પ્રજ્ઞા

કર્ણાટક-14
કોલાર, ચિકબલપુર, બેંગલુરુ-દક્ષિણ, બેંગલુરુ મધ્ય, બેંગલુરુ ઉત્તર, બેંગલુરુ ગ્રામ્ય, ચમરાજનગર, મૈસુર, માંડ્યા, તુમકુર, ચિત્રદુર્ગ, દક્ષિણ કન્નડ, હાસન, ઉડ્ડપી, ચિકમંગલૂર.
કુલ મતદારઃ 2.63 કરોડ

છત્તીસગઢ-3
રાજનાદગાંવ, મહાસમુંદ, કાંકેર

લોકસભા-2019: બીજા તબક્કામાં ભાજપ સામે 26 સીટ બચાવવાનો પડકાર 

પશ્ચિમ બંગાળ-3
રાયગંજ, દાર્જિલિંગ, જલપાઈગુડી

બિહાર-5
બાંકા, ભાગલપુર, પૂર્ણઇયા, કટિહાર, કિશનગંજ

ઓડિશા-5
બરગઢ, અસ્કા, કંધમાલ, બાલાગીર, સુંદરગઢ

જુઓ LIVE TV

12 રાજ્યમાં 95 લોકસભા સીટ પર 1 લાખ 81 હજાર મતદાન મથક પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કામાં કુલ 1629 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે, જેનું ભાગ્ય 15 કરોડ 79 લાખ 34 હજાર મતદારો નક્કી કરશે.આ તબક્કામાં AIADMK સામે સૌથી વધુ 35 અને ભાજપ સામે 26 બેઠકો બચાવવાનો પડકાર છે. આ તબક્કામાં કોંગ્રેસની 11, શિવસેનાની 4, BJDની 3, RJD અને JD-Sની બે-બે, સીપીએમ, જેડીયુ, તૃણમુલ કોંગ્રેસ, એનસીપી, નેશનલ કોન્ફરન્સ, એઆઈયુડીએફ, પીએમકે અને AINRCની 1-1 સીટ દાવ પર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news