વારાણસી: 'ચોકીદાર ચોર હૈ'નો નારો આપનારી કોંગ્રેસ માટે આ નારો જ ગળાનો ફંદો બની રહ્યો છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લેવાયેલા યુપીના ગામ કકરહિયામાં લાગેલા પોસ્ટર ચર્ચાનું કારણ બની રહ્યા છે. ગ્રામીણોએ ગામડામાં ઠેર ઠેર આ ચોકીદારોનું ગામ છે, અહીં ચોરોના આવવા પર મનાઈ છે. જેવા પોસ્ટર લાગેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રની 300 વર્ષ જૂની પરંપરા મુજબ ભવિષ્યવાણી થઈ, 'આ' દિગ્ગજ નેતા બનશે વડાપ્રધાન


ગામડામાં રહેતા ભાજપ સાથે જોડાયેલા કાર્યકરોએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઓક્ટોબર 2017ના રોજ આ ગામ કકરહિયા દત્તક લીધુ હતું. ત્યારબાદ ગામડાને દત્તક લેવાતા જ તેનો કાયાકલ્પ થઈ ગયો. આ ગામ દેશ વિદેશમાં ચર્ચામાં આવી ગયું. અહીં ઘણો વિકાસ થયો છે. 


એક ગ્રામીણે જણાવ્યું કે, "વડાપ્રધાનને ચોર કહીને સંબોધિત કરનારાઓએ સમગ્ર દેશની ગરિમાને ઠેસ પહોંચાડી છે. આવા લોકોના અમારા ગામમાં પગલાં ન પડે તે માટે આવા પોસ્ટર લગાવવામાં આવ્યાં છે." 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...