મહારાષ્ટ્રની 300 વર્ષ જૂની પરંપરા મુજબ ભવિષ્યવાણી થઈ, 'આ' દિગ્ગજ નેતા બનશે વડાપ્રધાન

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ 23મી મેના રોજ જાહેર થવાના છે. દેશ તો શું આખી દુનિયાની નજર આ પરિણામો પર છે. પરંતુ આ અગાઉ અનેક જ્યોતિષીઓ અને સેફોલોજિસ્ટ પોતાના અનુમાનના આધારે આગામી વડાપ્રધાન અંગે ભવિષ્યવાણી કરી રહ્યાં છે.

મહારાષ્ટ્રની 300 વર્ષ જૂની પરંપરા મુજબ ભવિષ્યવાણી થઈ, 'આ' દિગ્ગજ નેતા બનશે વડાપ્રધાન

મયુર નિકમ, બુલઢાણા: લોકસભા ચૂંટણી 2019ના પરિણામ 23મી મેના રોજ જાહેર થવાના છે. દેશ તો શું આખી દુનિયાની નજર આ પરિણામો પર છે. પરંતુ આ અગાઉ અનેક જ્યોતિષીઓ અને સેફોલોજિસ્ટ પોતાના અનુમાનના આધારે આગામી વડાપ્રધાન અંગે ભવિષ્યવાણી કરી રહ્યાં છે. આવી જ એક જાહેરાત મહારાષ્ટ્રના બુલઠાણા ભેંડવલાલ વિસ્તારની 300 વર્ષ જૂની પરંપરાના આધારે કરાઈ છે. પરંપરા મુજબ પાણીથી ભરેલા એક માટલાને જમીનની અંદર દબાવવામાં આવે છે. આ માટલા પર એક પાન અને તેના પર એક રૂપિયાનો સિક્કો તથા સોપારી રાખવામાં આવે છે. જો સોપારી આમ તેમ હલે તો દેશના વડાપ્રધાનની ખુરશી પર અન્ય વ્યક્તિ બિરાજમાન થશે. પરંતુ આ સોપારી તેની જગ્યા પર સ્થિર રહે તો જે વ્યક્તિ હાલ વડાપ્રધાન હોય તે જ વ્યક્તિ ફરીથી વડાપ્રધાન બનશે તેવું કહેવાય છે. 

Image result for PM MODI ZEE NEWS

એવું કહેવાય છે કે આ વખતે સોપારી તેની જગ્યા પર સ્થિર રહી. એટલે કે મોદી એકવાર ફરીથી વડાપ્રધાન બનશે તેવી ભવિષ્યવાણી કરાઈ છે. 

બુલઢાણાના ભેંડવલાલમાં આ પરંપરાના આધારે વિસ્તારમાં થનારા વરસાદ અને પાકનું પણ અનુમાન લગાવવામાં આવે છે. અહીં માટલાની આજુબાજુ દાળ, ચોખા, ઘંઉ, બટાકા, પાપડ જેવી વસ્તુઓને એક થી બે ફૂટના દાયરામાં ફેલાવી દેવાય છે. જો દાણા તેમની જગ્યા પર યથાવત રહે તો વરસાદ સારો અને પાક પણ સારો થશે એવું કહેવાય. પરંતુ જો દાણા આમ તેમ થયા તો બંને ખરાબ અને જો કોઈ દાણામાં અંકૂર ફૂટે તો પાક અને વરસાદ બંને ઠીક ઠીક થશે તેવું કહેવાય. 

જુઓ LIVE TV

આ ભવિષ્યવાણીને વિસ્તારના સારંગ ધરબાજ મહારાજના પરિવારના લોકો કરે છે. આ ભવિષ્યવાણી દર વર્ષે કરાય છે. ગત વર્ષે ભવિષ્યવાણી મુજબ પાક અને વરસાદ, અર્થવ્યવસ્થા અને આતંકીહુમલા અંગે વાત કરાઈ હતી જે 60થી 75 ટકા સાચી ઠરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news