ભટિંડા/નવી દિલ્હી: સિખ રમખાણો પર કોંગ્રેસ નેતા સામ પિત્રોડાનું નિવેદન પાર્ટી માટે ગળાનું હાડકું બની ચૂક્યું છે. ખાસ કરીને દિલ્હી અને પંજાબમાં ચૂંટણી અગાઉ જ કોંગ્રેસ માટે ખુબ મુસીબતો આવી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સામ પિત્રોડાના આ નિવેદનને શરમજનક ગણાવ્યું છે. આ બાજુ રાહુલના આ નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટાક્ષ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિખ રમખાણો પર નિવેદન મુદ્દે રાહુલ ગાંધીએ પિત્રોડાને કહ્યું- તમને શરમ આવવી જોઈએ


પીએમ મોદીએ પંજાબના ભટિંડામાં એક રેલી દરમિયાન કહ્યું કે નામદાર, તમે તમારા ગુરુને વઢવાનો દેખાડો કેમ કરી રહ્યા છો. કારણ કે તમારા ગુરુએ કોંગ્રેસના હ્રદયમાં જે હતું તે બધુ સાર્વજનિક રીતે કહી દીધુ છે. પીએમ મોદીએ કહ્યું કે તમારા ગુરુના આ નિવેદન બદલ તમને શરમ આવવી જોઈએ. 


'થયું તે થયું' એ માત્ર ત્રણ શબ્દ નથી... પરંતુ હવે જનતા કહે છે કે 'હવે બહુ થયું': પીએમ મોદી


ભાજપ દ્વારા સતત થઈ રહેલા આક્રમક પ્રહારો બાદ પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યું કે તેમને (પિત્રોડા)ને પોતાના નિવેદન પર શરમ આવવી જોઈએ અને દેશ પાસે માફી માંગવી જોઈએ. ગાંધીનું આ નિવેદન પિત્રોડાના (થયું તે થયું) નિવેદન પર પેદા થયેલા જનાક્રોશ બાદ નુકસાન ભરપાઈ તરીકે પંજાબમાં તેમની પહેલી રેલીમાં આવ્યું છે. પંજાબમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ સામ પિત્રોડાના આ નિવેદન પર સ્પષ્ટતા કરી. આ મુદ્દે ભાજપ સતત કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યો છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...