સિખ રમખાણો પર નિવેદન મુદ્દે રાહુલ ગાંધીએ પિત્રોડાને કહ્યું- તમને શરમ આવવી જોઈએ
Trending Photos
ખન્ના (પંજાબ) નવી દિલ્હી: સિખ રમખાણો પર કોંગ્રેસના નેતા સામ પિત્રોડાનું નિવેદન પાર્ટી માટે મુસિબત બની રહ્યું છે. ખાસ કરીને જ્યારે દિલ્હી અને પંજાબમાં ચૂંટણી અગાઉ જ આવેલા આ નિવેદને કોંગ્રેસને હેરાન પરેશાન કરી દીધુ છે. હવે ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સામ પિત્રોડાના આ નિવેદનને શરમજનક ગણાવી દીધુ છે. તેમણે કહ્યું કે સિખ રમખાણોના દોષિતોને સજા મળવી જોઈએ.
ભાજપ દ્વારા સતત થઈ રહેલા આક્રમક પ્રહારો બાદ પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યું કે તેમને (પિત્રોડા)ને પોતાના નિવેદન પર શરમ આવવી જોઈએ અને દેશ પાસે માફી માંગવી જોઈએ. ગાંધીનું આ નિવેદન પિત્રોડાના (થયું તે થયું) નિવેદન પર પેદા થયેલા જનાક્રોશ બાદ નુકસાન ભરપાઈ તરીકે પંજાબમાં તેમની પહેલી રેલીમાં આવ્યું છે. પંજાબમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ સામ પિત્રોડાના આ નિવેદન પર સ્પષ્ટતા કરી. આ મુદ્દે ભાજપ સતત કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યો છે.
આમ તો કોંગ્રેસ પ્રમુખે ટ્વિટ કરીને તેમની આ ટિપ્પણીને અસ્વીકારી હતી અને પાર્ટીએ પણ ટિપ્પણીથી અંતર જાળવ્યું હતું. તેમણે અહીં પોતાના ભાષણમાં કહ્યું કે, "સામ પિત્રોડાએ 1984 (સિખ વિરોધી રમખાણો) અંગે જે કઈ કહ્યું છે, તે ખોટું છે અને તેમણે દેશ પાસે માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે હું, "અહીં જાહેરમાં કહું છું અને મેં ફોન ઉપર પણ તેમની સાથે આ જ વાત કરી. પિત્રોડાજી, તમે જે પણ કઈ કહ્યું, તે સંપૂર્ણ રીતે ખોટું છે, તમને તમારા પર શરમ આવવી જોઈએ. તમારે સાર્વજનિક રીતે માફી માંગવી જોઈએ."
જુઓ LIVE TV
રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીને લઈને પણ મોદી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું, "આ નિર્ણયોથી લોકોની ખરીદશક્તિ પર ખુબ ખરાબ અસર પડી અને લાખો લોકો બેરોજગાર બની ગયાં." તેમણે રાફેલ ડીલને લઈને પણ મોદી પર પ્રહાર કર્યાં અને તેમના પર બે કરોડ યુવાઓને નોકરીઓ આપવા, ખેડૂતોની આવક માટે આકર્ષક મૂલ્ય અને દરેક નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખવા સહિત 2014 વખતે કરેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું કે મોદી આ વાયદાઓ અંગે વાત કરતા નથી, પરંતુ બધા સામે સચ્ચાઈ આવી જશે. કોંગ્રેસ પ્રમુખે મોદીને ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચાનો પડકાર ફેંકતા કહ્યું કે, "...તમે બસ 15 મિનિટ માટે રાફેલ ડીલ પર ચર્ચા કરો, પરંતુ મોદી ડરેલા છે...હું ચાર સવાલ પૂછીશ અને મોદી દેશને પોતાનો ચહેરો બતાવી શકશે નહીં."
input : Bhasha
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે