શરદ પવારનો કટાક્ષ, કહ્યું- `PM મોદી આમ તો બરાબર છે, પરંતુ...`
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અધ્યક્ષ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે આમ તો તેઓ બરાબર છે, પરંતુ ચૂંટણી દરમિયાન તેઓ ઉન્માદી થઈ જાય છે.
પુણે: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અધ્યક્ષ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે આમ તો તેઓ બરાબર છે, પરંતુ ચૂંટણી દરમિયાન તેઓ ઉન્માદી થઈ જાય છે. પવારે પાર્ટીના કાર્યકર્તાઓને વ્યક્તિગત રીતે કોઈ પણ આલોચનાથી બચવાની સલાહ આપતા કહ્યું કે આ જવાબદારી વડાપ્રધાને સંભાળી રાખી છે.
પવારે કાર્યકર્તાઓને કહ્યું-પીએમની ટીકા ન કરો
પવાર દૌંડમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે હું તમને કહેવા માંગુ છું કે વ્યક્તિગત રીતે કોઈની પણ ટીકા ન કરો. જ્યારે દેશના વડાપ્રધાને આ જવાબદારી સંભાળી રાખી છે તો તમારે તેમાં શું કામ પડવું?
લોકસભા ચૂંટણી: આજે BJP જાહેર કરશે 'સંકલ્પ પત્ર', થઈ શકે છે 'આ' મોટી જાહેરાતો
પીએમ મોદીએ કહ્યું હતું કે પવારનો પવાર સરકી રહ્યો છે
એનસીપી અધ્યક્ષ શરદ પવારે પોતાના પરિવારના સભ્યો વચ્ચે વિવાદના દાવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પલટવાર કર્યો. પવારે કહ્યું કે એવી વ્યક્તિ તરફથી આક્ષેપ થઈ રહ્યાં છે જેને પરિવારનો અનુભવ સુદ્ધા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એપ્રિલના રોજ વર્ધાની એક રેલીમાં કહ્યું હતું કે પવારનું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પરથી નિયંત્રણ ઘટી રહ્યું છે અને તેમના પરિવારમાં વિવાદ ચાલી રહ્યો છે.
જુઓ LIVE TV
પવારે શનિવારે પલટવાર કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અજીત પરિવારે પરિવાર પર કાબુ કરી લીધો છે અને પવારનો પરિવાર હવે એકજૂથ નથી. તેમણે કહ્યું કે "હું તેમને જણાવવા માંગુ છું કે અમે ભાઈઓ સંસ્કારી માહોલમાં ઉછરેલા છીએ અને અમારી માતાએ અમને મૂલ્યો શીખવાડ્યાં"
ઈનપુટ-ભાષા