લોકસભા ચૂંટણી: આજે BJP જાહેર કરશે 'સંકલ્પ પત્ર', PM મોદી અને અમિત શાહ રહેશે હાજર

ભાજપ 11 એપ્રિલથી શરૂ થઈ રહેલી લોકસભા ચૂંટણી માટે આજે પોતાનું ઘોષણા પત્ર જાહેર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત ટોચના ભાજપ નેતાઓ ઘોષણા પત્ર બહાર પાડવાના અવસરે હાજર રહેશે.

લોકસભા ચૂંટણી: આજે BJP જાહેર કરશે 'સંકલ્પ પત્ર', PM મોદી અને અમિત શાહ રહેશે હાજર

નવી દિલ્હી: ભાજપ 11 એપ્રિલથી શરૂ થઈ રહેલી લોકસભા ચૂંટણી માટે આજે પોતાનું ઘોષણા પત્ર જાહેર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત ટોચના ભાજપ નેતાઓ ઘોષણા પત્ર બહાર પાડવાના અવસરે હાજર રહેશે. પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરાને સંકલ્પ પત્ર નામ આપ્યું છે. આ સંકલ્પ પત્રમાં ગરીબો માટે વાર્ષિક 72,000 રૂપિયા વાર્ષિક આપવાના કોંગ્રેસના વાયદાને ધ્યાનમાં રાખીને સમાજના વિભિન્ન તબક્કાઓને આકર્ષિત કરવા માટે અનેક વાયદા કરાય તેવી શક્યતા છે. 

કહેવાય છે કે ભાજપનું આજે બહાર પડનારા ચૂંટણી ઢંઢેરામાં માત્ર આવનારા 5 વર્ષમાં થનારા કામોનો સંકલ્પ હશે એવું નહીં હોય પરંતુ છેલ્લા 5 વર્ષના કામોના લેખાજોખા પણ હશે. આ ઘોષણાપત્ર ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં તૈયાર થયું છે. 

સંકલ્પ પત્રમાં મુખ્ય પોઈન્ટ્સ આ પ્રમાણે હોઈ શકે છે...

1. વિકાસ- વિઝન હશે વિક્સિત ભારત
2. રાષ્ટ્રવાદ- સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક ગગનયાન, અને મિશન શક્તિનો ઉલ્લેખ
3. રોજગાર- મુદ્રા બેંક, ડિજિટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા દ્વારા રોજગાર સર્જન
4. સુરક્ષા- મજબુત ભારત/પાકિસ્તાન અને ચીન નીતિ/કાશ્મીરમાં હાલાત વધુ સારા/ ભાગલાવાદીઓ પર લગામ અને તેમની સુવિધા ખતમ કરવી, તથા પ્રતિબંધ લગાવવા.
5. ખેડૂતની આવક  બમણી કરવાની દિશામાં કરાયેલા પ્રયત્નો, 6000 રૂપિયા ખાતામાં/પીએમ ખેડૂત યોજના/પીએમ સિંચાઈ યોજના વગેરે યોજનાઓ.
6. યુવા ભારત- યુવાઓ માટે કરાયેલા પ્રયત્નો.
7. રામ મંદિર- ભવ્ય રામ મંદિર બનાવવું અમારો લક્ષ્યાંક
8. કલમ 370 અને 35 એ નો પણ ઉલ્લેખ
9. ગરીબોને સક્ષમ બનાવવાની કોશિશ માટે યોજનાઓ
10. મહિલાઓની સુરક્ષા, તેમના સ્વાભિમાન અને લૈંગિક સમાનતા
11. ઈમાનદાર સરકાર તરીકે પોતાને રજુ કરવી, ભ્રષ્ટાચાર સાથે કોઈ સમાધાન નહીં (માલ્યા/ નીરવ મોદી/વાડ્રા/ક્રિશ્ચિન મિશેલનો થઈ શકે છે ઉલ્લેખ)
12. મધ્યમ વર્ગ- ઈન્કમ ટેક્સમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ લાભ

ભાજપની 2019ની ચૂંટણી થીમ રહેશે...

1. કામ કરનારી સરકાર
2. એક પ્રામાણિક સરકાર
3. મોટા નિર્ણયો લેનારી સરકાર 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news