કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો એ પાકિસ્તાની ષડયંત્રોનો એક દસ્તાવેજ છે: પીએમ મોદી
અફ્સપાની સમીક્ષા કરવાના ચૂંટણી વાયદાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વાયદાને `રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત` ગણાવ્યો અને વિપક્ષી પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને પાકિસ્તાનના કાવતરાનો દસ્તાવેજ ગણાવ્યો.
ગોંદિયા (મહારાષ્ટ્ર): અફ્સપાની સમીક્ષા કરવાના ચૂંટણી વાયદાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વાયદાને 'રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત' ગણાવ્યો અને વિપક્ષી પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને પાકિસ્તાનના કાવતરાનો દસ્તાવેજ ગણાવ્યો. આગામી અઠવાડિયે થનારા મતદાન અગાઉ અહીં એક રેલીને સંબોધતા તેમણે કોંગ્રેસ પર દેશને અસ્થિર કરવાનો અને પોતાના સૈનિકોના મનોબળને તોડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો.
પીએમ મોદીએ સત્તાધારી ભારતીય જનતા પક્ષ વિરુદ્ધ ભેગા થયેલા વિરોધી પક્ષો અને તેમના સહયોગી પક્ષોને મહામિલાવટ ગણાવ્યાં છે. તેમણે કહ્યું કે જો તેઓ સત્તામાં આવ્યાં તો નક્સલી ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે. તેમણે રાજદ્રોહ કાયદો ખતમ કરવાના કોંગ્રેસના વચનની આકરી ટીકા કરી. પીએમ મોદીએ બુધવારે કહ્યું કે ભાજપના નેતૃત્વવાળી સરકારના ગત પાંચ વર્ષ યુપીએ સરકારની ભૂલો સુધારવામાં નીકળી ગયાં.
ચૂંટણી સભામાં પીએમ મોદીએ કહ્યું કે તેમણે પાંચ વર્ષમાં તમામ કામ ( 2014માં કરાયેલા વચનો) પૂરા કરવાનો દાવો ક્યારેય કર્યો નથી. જો કે તેમણે કહ્યું કે અનેક જરૂરી કામો પૂરા કરાયા છે. પીએમ મોદીએ કહ્યું કે હું છેલ્લા પાંચ વર્ષમાં મળેલા તમારા આશીર્વાદ અને વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરવા અને આગામી પાંચ વર્ષ માટે તમારા આશીર્વાદ માંગવા માટે અહીં આવ્યો છું.
પીએમ મોદીએ પાકિસ્તાનમાં આતંકી શીબીરો પર કરાયેલા કાર્યવાહીને યાદ કરતા કહ્યું કે લોકો બાલાકોટ હવાઈ હુમલાને ભૂલ્યા નથી. ભલે અનેક લોકો કહે કે તેઓ ભૂલી ગયા છે કારણ કે કાર્યવાહી થયે મહીના થઈ ગયાં. પીએમ મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને 'બનાવેટી દસ્તાવેજ' ગણાવ્યો જે 'જૂઠ્ઠાણા ભરેલો' છે.
જુઓ LIVE TV