નવી દિલ્હી : આગામી લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) પહેલા વિપક્ષી દળોએ મહાગઠબંધન મુદ્દે રુપરેખા તૈયાર કરવાની ચાલુ કરી દીધી છે. જો કે મહાગઠબંધનમાં હજી પણ અનેક સમસ્યાઓ છે. આ તમામ વચ્ચે સીપીઆઇ (એમ)ના મહાસચિવ અને પૂર્વ રાજ્યસભા સાંસદ સીતારામ યેચુરીએ સોમવારે કહ્યું કે, કેન્દ્રીય સમિતીએ નિર્ણય લીધો છે કે પશ્ચિમ બંગાળની 6 લોકસભા સીટો પર  જેમાંથી 4 પર કોંગ્રેસ અને 2 પર સીપીઆઇ(એમ)નો કબ્જો છે. આ સીટો પર કોંગ્રેસ અને વામદળ વચ્ચે આંતરિક લડાઇ ન થવી જોઇએ. 
ઇમરાને આલાપ્યો કાશ્મીર રાગ: ઉકેલ લાવશે તે નોબેલ શાંતિ પુરસ્કારનો હકદાર

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીતારામ યેચુરીએ કહ્યું કે, આ 6 સીટો પર ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)નાં ઉમેદવારને કોંગ્રેસ અને સીપીઆઇ(એમ)ના સંયુક્ત ઉમેદવારને ટક્કર આપશે.જો કે યેચુરીએ આ ફોર્મ્યુલા પર કોંગ્રેસ તરફથી હજી સુધી કોઇ જ પ્રતિક્રિયા નથી આવી. પાર્ટી સુત્રોનું કહેવું છે કે, પાર્ટી સીપીઆઇએમની આ ફોર્મ્યુલા પર પક્ષ તૈયાર છે. સુત્રો અનુસાર કોંગ્રેસ કોઇ પણ પ્રકારે 2019માં નબળી નથી પડવા માંગતી. કોંગ્રેસે પોતાની આ રણનીતિના કારણે સૌથી વધારે લોકસભા સીટોવાળા રાજ્ય ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધી વાડ્રાને મહાસચિવ અને પૂર્વ યૂપીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. 
દેશની સંપ્રભુતા માટે જરૂર પડી તો અંતિમ શ્વાસ સુધી લડી લઇશું: રાષ્ટ્રપતિ કોવિંદ

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)એ લોકસભા ચૂંટણી 2019 માટે આંતરિક ગઠબંધન કરી લીધું છે. આ ગઠબંધનમાં બંન્ને પાર્ટીઓએ કોંગ્રેસને સ્થાન નથી આપ્યું. ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પાર્ટી ઉત્તરપ્રદેશમાં પોતાના દમ પર જ ચૂંટણી લડશે. યુપીમાં કોંગ્રેસ પાર્ટીનો જુનો જનાધાર છે અને તે લોકો કુશાસનને ફગાવીને ફરી કોંગ્રેસની સરકાર બનાવશે.