મુંબઇ: લોકસભા ચૂંટણી 2019 માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીની વચ્ચે ગઠબંધન કારણે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની મુશ્કેલીઓ વધી શકે છે. મંગળવારે મુંબઇમાં સપા અને બસાપએ આવનાર લોકસભા ચૂંઠણીને ધ્યાનમાં રાખીને બેઠક વહેંચણી પર ગઠબંધન કરી લીધુ છે. સપાની તરફથી અબુ આસિમ આઝીમ અને બસપા તરફતી રાજ્યસભા સાંસદ અશોક સિદ્ધાર્થે તેની જાહેરાત કરી હતી. પહેલા યૂપી અને હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ગઠબંધનથી દૂર રહી બંને પાર્ટીઓએ તેમના ઇરાદો સ્પષ્ટ કરી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું- નહી લડે લોકસભા ચૂંટણી


એક તરફ જ્યાં બંને પાર્ટીઓના નેતાઓ ભાજપ પર દેશ તોડવાનો આરોપ લાગાવી રહ્યાં છે તો ત્યાં કોંગ્રેસ પર પણ આરોપ લગાવ્યા કે યૂપી અને બિહારમાં તો કોઇ કોંગ્રેસને પૂછસે પણ નહીં પરંતુ મહારાષ્ટ્ર સહિત બાકી રાજ્યોમાં કોંગ્રેસ બહુમતી અને લઘુમતીઓના વોટ તેમને મજબૂર કરીને લેવા ઇચ્છે છે.


હોલિકાની આગમાં આજે દહન થસે મસૂદ અઝહર! મુંબઇમાં કરવામાં આવી તૈયારી


ત્યારે બસાપના રાજ્યસભા સાંસદ અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રભારી અશોક સિદ્ધાર્થે કહ્યું કે, જેમણે બહુમતી સમાજ અને લધુમતીઓ પર અત્યાચાર કર્યો છેલ્લા 5 વર્ષોમાં, અમે તેમને ઉખાડીને ફેંકવા માટે ભેગા થયા છીએ. જેટલી દૂર ભાજપથી છીએ, એટલા જ દૂર કોંગ્રેસથી પણ છીએ. આ સાથે આવનારી વિધાનસભા ચૂંટણીને જોતો અમે માયાવતી અને અખિલેશજીનો આદેશ છે કે, વિધાનસભા ચૂંટણી પણ અમે મળીને લડીશું. બેઠકની વહેંચી પર વાત પછી થશે.


વધુમાં વાંચો: રોહતક ગેંગરેપ કેસ: 7 આરોપીઓને મોતની સજા, ટ્રાયલ કોર્ટના નિર્ણય HCનું સમર્થન


ત્યારે આ નવા ગઠબંધને હવે કોંગ્રેસ અને એનસીપીની ઉંઘ હરામ કરી છે. પહેલાથી પ્રકાશ આમ્બેડકર અને AIMIMના ગઠબંધનથી વોટ તુટતા જોવા મળી રહ્યાં છે ત્યારે હવે આ સપા અને બસપાના ગઠબંધનથી મુશ્કેલીઓ વધી ગઇ છે. એનસીપીના આસિફ ભામલાએ કહ્યું કે, મહાગઠબંધનનો ઉદેશ્ય એ હતો કે, તમામ એક વિચારવાળી પાર્ટી મળી ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી ઉખાડી ફેંકે અને સત્તામાં આવ્યા બાદ પરિસ્થિતિને સુધારે પરંતુ સપા અને બસપા જે રીતે મહારાષ્ટ્રમાં પણ અનસીપી કોંગ્રેસની સામે આવી રહ્યાં છે. તેનાથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, સેકુલર વોટ તોડશે. મહારાષ્ટ્રમાં આમ તો પણ ક્યારે સત્તામાં આવની છે. આટલી મોટી લડાઇ તેમના દમ પર લડવા જઇ રહ્યાં છે. પરંતુ તેનો સ્પષ્ટ ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઇ રહ્યો છે. આ વાત સપા-બસપાને સમજવાની જરૂર છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કર...