બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું- નહી લડે લોકસભા ચૂંટણી

યૂપીના નગીના અને અકબરપૂર જેવી બેઠક પર બીએસપી સુપ્રીમોના ચૂંટણી લડવાના અનુમાન વચ્ચે માયાવતીએ જાહેરાત કરી છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે.

બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું- નહી લડે લોકસભા ચૂંટણી

નવી દિલ્હી: યૂપીના નગીના અને અકબરપૂર જેવી બેઠક પર બીએસપી સુપ્રીમોના ચૂંટણી લડવાના અનુમાન વચ્ચે માયાવતીએ જાહેરાત કરી છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણી નહીં લડે. આ સંબંધમાં તેમણે કહ્યું કે ઘણી વખત મુશ્કેલ નિર્ણય લેવા પડે છે. તેમણે કહ્યું કે તેઓ ગમે ત્યારે સંસદમાં પસંદગી થઇને જઇ શકે છે. કહેવામાં આવી રહ્યુ છે કે સપા અને બસપા ગઠબંધન બાદ ચૂંટણી અભિયાનને લઇને બધી બેઠકો પર નજર રાખવાના ઉદેશ્યથી બસપા સુપ્રીમોએ આ નિર્ણય લીધો છે.

એક બીજાના ઉમેદવારોની કમાન સંભાળશે સપા-બસપા
આ વચ્ચે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં ગઠબંધન બાદ મતદાતાઓને આ સંદેશ આપ્યો છે કે જમીન સ્તર પર તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને દળ અત્યાર સુધી છે અને કાર્યકર્તા બંને દળના ઉમેદવારોની જીત માટે તૈયાર થઇ જાય. સપા અને બસાપ ગઠબંધને તેમની પરંપરાગત વોટને એકજૂટ રાખવા માટે તૈયારીઓ પર અમલ શરૂ કરી દીધો છે. જેના અંતર્ગત જલ્દી જ પાર્ટી નેતાઓની પ્રત્યેક લોકસભા બેઠકની અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news