કુમારસ્વામીનું વિવાદિત નિવેદન, કહ્યું- વોટ માટે ઉભી કરી ભારત-પાક. વચ્ચે તણાવ ભરી સ્થિતિ
કર્નાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ પાકિસ્તાન પર ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલી કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ કાર્યવાહી ભાજપ દ્વારા અને કેન્દ્રમાં વર્તમાન સરકારને રાજકીય લાભ પહોંચે તે માટે કરવામાં આવી હતી.
બેંગલુરુ: લોકસભા ચૂંટણી 2019ના પ્રચારમાં નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ કરતા જોવા મળી રહ્યાં છે જેને દેશહિત માટે યોગ્ય માની શકાય નહીં. કર્નાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ પાકિસ્તાન પર ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલી કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ કાર્યવાહી ભાજપ દ્વારા અને કેન્દ્રમાં વર્તમાન સરકારને રાજકીય લાભ પહોંચે તે માટે કરવામાં આવી હતી.
લોકસભા ચૂંટણીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
કર્નાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ શુક્રવારે આ દાવો કરી વિવાદ ઉભો કર્યો છે કે, એક સેવાનિવૃત સૈન્ય અધિકારીએ તેમને 2017માં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોટ મેળવવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘સંઘર્ષની વાર્તા’ રચશે અને લોકોને ગેરમાર્ગે દોરશે. તેમની આ ટિપ્પણી પર ભાજપે મોટી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે, મુખ્યમંત્રીએ પહેલા સૂચનાનો ખુલાસો ન કરી રાજદ્રોહ કર્યો છે.
સત્તામાં આવ્યાં તો મુસલમાનને બનાવીશ ડે.સીએમ, ઈસ્લામિક બેંક પણ ખોલીશ: ચંદ્રબાબુ નાયડુ
તેમણે કહ્યું કે, ભાજપ દેશની સુરક્ષાના નામ પર વોટ માગી રહ્યાં છે પરંતુ સવાલ તો એ છે કે શું છેલ્લા 70 વર્ષો સુધી દેશની સુરક્ષા ન હતી.
‘દેવેગૌડા જ્યારે પીએમ હતા તો એક પણ સૈનિક શહિદ ન થયો હતો’
તેમણે લોકોને અપીલ કરી કે, તેમના (ભાજપ) પર વિશ્વાસ ના કરો. હું તમને પૂછુ છું કે જ્યારે એક કન્નડિગા (તેમના પિતા એચ.ડી. દૈવેગૌડા) પ્રધાનમંત્રી હતા ત્યારે ક્યાં કોઇ બોમ્બ વિસ્ફોટ થયો હતો. શું તે કાર્યકાળ દરમિયાન કોઇ સૈનિક શહીદ થયો હતો.
વધુમાં વાંચો: ECની મોટી કાર્યવાહી, મમતા અને નાયડુના ઓફિસરોની તાબડતોબ બદલી કરી નાખી, ચંદ્રબાબુ ભડક્યા
કુમારસ્વામીના નિવદેન પર ભાજપ પ્રવક્તા જી મધુસૂદને કહ્યું કે, મુખ્યમંત્રી જાણકારી હોવા છતાં પુલવામાં ષ્ડયંત્રનો ખુલાસો નહીં કરી રાજદ્રોહ કર્યો છે.
મધુસૂદને કહ્યું કે, તેમની પાસે પહેલાથી આ સૂચના હતી તો તેમણે સરકારને કેમ જણાવ્યું નહીં. આ રાજદ્રોહ છે. શું દેશની સુરક્ષા એકલા સૈનિકોની જવાબદારી છે. નેતાઓની નથી. પુલવામામાં 14 ફેબ્રુઆરીના આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા છે.