ઔરંગાબાદ (મહારાષ્ટ્ર): શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરવા પાછળનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે તેમની પાર્ટી એવા વડાપ્રધાન ઈચ્છે છે કે જેમની પાસે પાકિસ્તાન પર હુમલો કરવાની તાકાત હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠાકરેએ પોતાની પાર્ટીના ઉમેદવાર ચંદ્રકાન્ત ખેરેની ચૂંટણી સભાને સંબોધતી વખતે ભાજપ સાથે ગઠબંધન નહીં કરવાના વચનથી પલટી મારવા પાછળ કહ્યું કે, 'અમે એવા વડાપ્રધાન ઈચ્છતા હતાં કે જે પાકિસ્તાનમાં ઘૂસીને તેમના પર હુમલો કરી શકે. અમે આજ કારણે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. અમે મરાઠાવાડા અને મહારાષ્ટ્રના કલ્યાણ માટે પણ ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.' 


તેમણે કહ્યું કે કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી બંધારણની કલમ 370ને સમાપ્ત કરવા માંગતી નથી જ્યારે તેમની પાર્ટી ઈચ્છે છે કે જમ્મુ અને કાશ્મીરમાં પણ તે તમામ કાયદા લાગુ થાય  જે ભારતમાં બીજે બધે લાગુ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...