નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ઝારખંડમાં પણ મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યામાં ભીડ જામી છે. આજે થઈ રહેલા મતદાનમાં નવા વોટર્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા સવારથી જ પોલિંગ બૂથ પર લાઇનમાં લાગી ગયા છે. આ ક્રમમાં ઉત્તર પ્રદેશના નોઇડાથી બુલેટ ચલાવી યશોદા દુબે નામની એક યુવતી પોતાનો મત આપવા ધનબાદના સિન્દરીમાં પહોંચી છે. તમને જણાવી દઇએ કે, યશોદાએ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: દુનિયાના સૌથી ક્રૂર આતંકી સંગઠને ભારતમાં ખોલી બ્રાન્ચ, J&K પોલીસે નકાર્યું


મતદાન કેન્દ્ર પર બુલેટ લઇને પહોંચેલી યુવતીએ કહ્યું કે, તે આ મુસાફરી દ્વારા જનતાને સંદેશો આપવા ઇચ્છે છે કે, દરેક પરિસ્થિતિમાં મતદાન કરવું જરૂરી છે. તે માત્ર દેશને નહીં પરંતુ આપણા પણ ભવિષ્યને નિર્ધારિત કરે છે. જુઓ વીડિયો:-


લોકસભા ચૂંટણીઃ પશ્ચિમ બંગાળમાં હિંસા, ભાજપના કાર્યકરનો મૃતદેહ મળ્યો, બેનાં મોત


દેશમાં છઠ્ઠા અને પ્રદેશમાં ત્રીજા તબક્કા અંતર્ગત ચાર લોકસભા બેઠક- ગિરિડીહ, ધનબાદ, જમશેદપુર અને સિંહભૂમ (ચાઇબાસા)માં 66,85,401 મતદાતા 67 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. આ સંસદીય ક્ષેત્રોમાં 8300 મતદાન કેન્દ્ર પર સુરક્ષા દળોની લગભગ 200 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.


દેશના અન્ય સમાચાર વંચવા માટે અહીં ક્લિક કરો...