Alliance Formation in Different States: સૌપ્રથમ ગઠબંધનની વાત કરીએ તો, એક તરફ ભાજપની આગેવાનીમાં NDA ગઠબંધન છે, બીજી તરફ છે INDIA ગઠબંધન, જેમાં કોંગ્રેસ સહિત અલગ અલગ વિપક્ષી પાર્ટીઓ સામેલ છે. ત્રીજો સમુહ એવો છે, જે આ બંને ગઠબંધનમાં સામેલ નથી.. અને ક્ષેત્રિય સ્તરે તે અત્યંત મજબૂત છે. જેમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી, કેરળ અને બંગાળમાં લેફ્ટ, ઉત્તરપ્રદેશમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટી, ઓડિશામાં નવીન પટનાયકની પાર્ટી BJDનો સમાવેશ થાય છે. તો તમિલનાડુમાં AIADMK, આંધ્રપ્રદેશમાં જગનમોહનની YSR કોંગ્રેસ, તેલંગાણામાં KCRની BRS, ઓવૈસીની AIMIM પાર્ટીનો સમાવેશ થાય છે.. આ પક્ષો એક પણ ગઠબંધનનો ભાગ નથી, તેઓ પોતપોતાના ક્ષેત્રમાં મતદારો પર મજબૂત પકડ ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર, 7 તબક્કામાં યોજાશે મતદાન, 4 જૂને જાહેર થશે પરિણામ
Lok Sabha Election 2024: ચૂંટણીની તારીખો જાહેર, ઇલેક્શન કાર્ડમાં ઓનલાઇન અપડેટ કરો નવું એડ્રેસ, આ રહી રીત


2024 લોકસભા ચૂંટણીનો જંગ 2019થી અલગ રહેશે.. કારણ કે ઘણા એવા પક્ષો છે જેઓ ગત ચૂંટણીમાં વિપક્ષી સમુહમાં જોડાયા હતા, પરંતુ હવે તેઓ NDAની સાથે છે. યુપીમાં જયંત ચૌધરીની RLD, બિહારમાં ઉપેન્દ્ર કુશવાહા અને જીતનરામ માંઝીની પાર્ટી ગત ચૂંટણી વિપક્ષી સમુહ સાથે રહીને લડી હતી, પરંતુ હવે તેઓ NDA પરિવારના સભ્ય છે.


Surya Gochar: સૂર્યદેવને કૃપાથી આ 4 રાશિઓનું ચમકશે નસીબ, ખાતામાં આવશે દે ધના ધન રૂપિયા
IMD Alert: હોળી પહેલાં 11 રાજ્યોમાં આફત: ક્યાંક વરસાદ તો ક્યાં હિમવર્ષાની આગાહી


વળી TDPએ પણ ગત લોકસભા જંગમાં ભાજપનો સાથ છોડ્યો હતો, પરંતુ ફરી એકવાર ભાજપ સાથે હાથ મિલાવી લીધો છે. આ તમામની વચ્ચે મહારાષ્ટ્રની શિવસેના પણ છે. જેણે ગત ચૂંટણી ભાજપથી અલગ થઈને લડી, પરંતુ હવે તેના બે ભાગ પડ્યા બાદ શિંદે જૂથ ભાજપ સાથે છે. તો NCPના પણ ટૂકડા થયા બાદ અજીત પવારનું જૂથ NDAમાં સામેલ છે..  જ્યારે કે INDIA ગઠબંધનની શરૂઆતમાં ઘણા પક્ષો એકમંચ પર દેખાયા, પરંતુ ધીરે ધીરે તેમની સંખ્યા ઘટી... 


Good News: લોકસભાની ચૂંટણી પહેલાં મોટી ભેટ, અહીં 15 રૂપિયા સસ્તું થયું પેટ્રોલ ડીઝલ
હોળી પર સર્જાશે વર્ષનું પ્રથમ ગ્રહણ, ખાસકરીને ગર્ભવતી મહિલાઓ આ રીતે રાખે ધ્યાન


ગઠબંધનમાં તો પક્ષો હાથ મિલાવે છે, પરંતુ ચૂંટણી પહેલાં થતાં પક્ષપલટા પણ મોટો ભાગ ભજવતા હોય છે. ગુજરાત હોય પછી મહારાષ્ટ્ર કે પછી પંજાબ, દરેક રાજ્યમાં નેતાઓના દલ બદલના સમાચાર આવતા જ રહ્યા છે, જેમા સૌથી મોટું નામ છે નીતિશ કુમાર.. જેમણે પહેલા તો ઈન્ડિયા ગઠબંધન માટે મહેનત કરી, અને બાદમાં તેઓ જ ગઠબંધનમાંથી છટકીને NDAમાં જોડાઈ ગયા.


માત્ર ભાજપ જ નહીં પરંતુ લગભગ તમામ પક્ષોમાં આવા પાટલીબદલુ નેતાઓ જોવા મળ્યા છે, જેઓ કાંતો નારાજ હતા, કે પછી ટિકિટ ન મળતા નારાજ થયા. પરંતુ હવે જેતે પક્ષ સાથે જોડાઈને ઉલટી વાણી બોલે છે. આવા નેતાઓ પણ ચૂંટણીમાં પોતાની તાકાત દેખાડશે. જોકે આ ચૂંટણીના રણમેદાનમાં કયું ગઠબંધન બાજી મારે છે અને કયું ગઠબંધનને ધોબી પછાડ મળે છે તે જોવું રહ્યું...


Chia Seeds: સવારે ભૂખ્યા પેટ દૂધમાં નાખીને ખાવ આ નાના દાણા, વજન ઘટાડવા માટે છે વરદાન
આ કારે જાન્યુઆરીનો બદલો ફેબ્રુઆરીમાં લીધો, બલેનો પાસેથી છિનવી લીધો નંબર-1 નો તાજ!