લખનઉ : લોકસભા ચૂંટણી 2019 માટે બિહારના મુંગેર લોકસભા સીટથી ઉમેદવારી પત્ર દાખલ કરવા માટે આવેલા બસપા ઉમેદવારની પોલીસે ધરપકડ કરી છે. મોકામાંથી આવેલ પોલીસ અને સ્થાનીક પોલીસે સ્થાનીક પોલીસનાં સહયોગથી કુમાર નવનીત હિમાંશુની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આ બે મુદ્દે તેમની તપાસ હતી. ધરપકડ બાદ ઉમેદવાર સાથે આવેલા સમર્થકોમાં ભારે નિરાશાનું વાતાવરણ છવાઇ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દંતેવાડા નક્સલી હુમલો: વડાપ્રધાન મોદીએ કહ્યું, શહીદોનું બલિદાન વ્યર્થ નહી જાય

મુંગેર સીટ પર નામાંકનનો આજે અંતિમ દિવસ હતો. મોકામાંથી પરચો દાખલ કરવામાં આવેલા બસપા ઉમેદવાર નવનીત હિમાંશુને મોકામાંથી આવેલ પોલીસે સ્થાનીક પોલીસની મદદથી ઉમેદવારની ધરપકડ કરી. પોલીસના અનુસાર કુમાર નવનીત હિમાંશુ ઉર્ફે મોહિત પાસવાને પટના જિલ્લાના મોકામાં પોલીસ સ્ટેશન અંતર્ગત મોર ગામનો રહેવાસી છે. વર્ષ 2018માં મોકના પોલીસ સ્ટેશન કાંડ સંખ્યા 280/18 જેમાં લૂંટફાટ અને મારપીટનો આરોપ છે. દહેજ ઉત્પીડનનાં એક કેસમાં તે ફરાર છે. 

પોતાનાં ઉમેદવારની ધરપકડ બાદ બસપા કાર્યકર્તાઓ પણ ખુબ જ નિરાશ થઇ ગયા હતા. ઉમેદવારી નોંધાવ્યા બાદ પોલીસે તુરંત જ ધરપકડ કરી હતી. કાર્યકર્તાઓ તેમને માળા પહેરાવવા માટે આગળ વધી રહ્યા હતા જો કે તેમને તક આપવામાં આવી નહોતી. કાર્યકર્તાઓ પહોંચે તે પહેલા નવનીત હિમાંશુને પોલીસે જીપમાં બેસાડી દીધા હતા. કાર્યકર્તાઓ કંઇ પણ સમજે તે પહેલા જ પોલીસનો સમગ્ર કાફલો પસાર થઇ ગયો હતો.