લખનઉ: વિશ્વની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ આજથી શરૂ થઈ ગયો છે. 20 રાજ્યોની 91 લોકસભા  બેઠકો માટે હાલ મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુર લોકસભા બેઠકના પોલીંગ બૂથ સંખ્યા 216 પર આજે સવારે 7 વાગે જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. અલગ અલગ રાજ્યોના પોલિંગ બૂથો પર મતદારોની લાંબી લાઈન જોવા મળી રહી  છે. લોકો સવારથી જ મતદાન કરવા પહોંચી રહ્યાં છે. પહેલા તબક્કામાં ઉત્તર પ્રદેશની સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, અને ગૌતમબુદ્ધ નગર બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: 91 લોકસભા બેઠકો પર મતદાન શરૂ, લોકોમાં ભારે ઉત્સાહ, મોહન ભાગવતે આપ્યો મત 


દોઢ કરોડ મતદારો કરશે મતદાનના અધિકારનો ઉપયોગ
પહેલા તબક્કામાં દોઢ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 82,24,000 પુરુષો અને 68,39,000 મહિલાઓ સામેલ છે. ચૂંટણી પંચે નિષ્પક્ષ મતદાન થાય તે માટે વ્યાપક સુરક્ષા બંદોબસ્ત કર્યા છે. 


ભાજપના આ દિગ્ગજોના ભાવિનો થશે ફેંસલો
પહેલા તબક્કામાં મુઝફ્ફરનગર સીટ પર સપા-બસપા-આરએલડી મહાગઠબંધનના ઉમેદવાર તરીકે આરએલડી પ્રમુખ અજિત સિંહનો મુકાબલો ભાજપના હાલના સાંસદ સંજીવ બાલિયાન સામે થઈ રહ્યો છે. બાગપત બેઠક પર અજિત સિંહના પુત્ર જયંત ચૌધરીનો મુકાબલો ત્યાંના વર્તમાન ભાજપ સાંસદ સત્યપાલ સિંહ અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ચૌધરી મોહકમ સામે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...