લોકસભા ચૂંટણી 2019: SP-BSP ગઠબંધનમાં RLDની આજે ઔપચારિક એન્ટ્રી, પ્રેસ કોન્ફરન્સમાં કરશે જાહેરાત
સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને આરએલડી ઉપાધ્યક્ષ જયંત ચૌધરી સપા પ્રદેશ કાર્યાલયમાં બપોરે 2 વાગે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરશે.
લખનઉ: સમાજવાદી પાર્ટી તેમજ બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનમાં રાષ્ટ્રીય લોકદળના સામેલ કરવાની ઔપચારિક જાહેરાત મગંળવાર (05 માર્ચ) ના થઇ શકે છે. આજે તો સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને આરએલડી ઉપાધ્યક્ષ જયંત ચૌધરી સપા પ્રદેશ કાર્યાલયમાં બપોરે 2 વાગે જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરશે. મળતી જાણકારી અનુસાર, બંને નેતાઓની વચ્ચે બેઠકમાં આરએલડીના ખાતામાં આવતી ત્રણ કે ચાર બેઠક વિશે અંતિમ નિર્ણય પણ થશે.
વધુમાં વાંચો: સેનાએ આતંકીઓને સર્જિકલ સ્ટ્રાઇક-2 દ્વારા શિવ તાંડવ કરી જવાબ આપ્યો: CM યોગી
સૂત્રોના જણાવ્યા અનુસાર, સપા-બસપા ગઠબંધનમાં આએએલડીને ત્રણ બેઠકો મળવાનું નક્કી છે. ગઠબંધનમાં બાગપત, મુઝફ્ફરનગર અને મથુરા લોકસભા બેઠક સપાએ તેમના કોટામાંથી આરએલડીને આપી છે. જ્યારે આરએલડી ચાર લોકસભા બેઠકોની માગ કરી રહી છે. આ ગતિરોધના કારણે ગઠબંધનની ઔપચારિક જાહેરાત પણ અટકી પડી છે. આજે આ ચોથી બેઠકની સંભાવનાઓને લઇને પ્રેસ કોન્ફરન્સ પહેલા છેલ્લી વાતચીત થશે.
જેસલમેર: બોર્ડર પાસેથી 3 શંકાસ્પદની ધરપકડ, સેનાના કાફલાની કરી રહ્યા હતા ફોટોગ્રાફી
તમને જણાવી દઇએ કે 12 જાન્યુઆરીએ સપા અને બસપા ગઠબંધનની ઔપચારિક જાહેરાત માયાવતી અને અખિલેશ યાદવે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. જેમાં અન્ય દળ માટે ચાર બેઠક છોડવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં આરએલડી માટે ત્રણ બેઠક છોડવાની ચર્ચા હતી પરંતુ વિધિવત જાહેરાત કરવામાં આવી ન હતી.