સેનાએ આતંકીઓને સર્જિકલ સ્ટ્રાઇક-2 દ્વારા શિવ તાંડવ કરી જવાબ આપ્યો: CM યોગી
સીએમ યોગીએ દેવરિયામાં 71 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરતા કહ્યું કે કોંગ્રેસ સરકારના સમયે ભારત દુનિયાની 11મીં અર્થવ્યવસ્થા હતું, જે મોદી સરકારના સમયમાં છઠ્ઠા નબંરની અર્થવ્યવસ્થા બની છે
Trending Photos
ગોરખપુર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું કે, જો નરેન્દ્ર મોદી વધુ પાંચ વર્ષ માટે પીએમ બને છે તો ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ હશે. સીએમ યોગીએ દેવરિયામાં 71 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ કરતા કહ્યું કે કોંગ્રેસ સરકારના સમયે ભારત દુનિયાની 11મીં અર્થવ્યવસ્થા હતું, જે મોદી સરકારના સમયમાં છઠ્ઠા નબંરની અર્થવ્યવસ્થા બની છે.
ભારતીય સૈનિકોની પ્રશંસા કરતા આદિત્યનાથે કહ્યું કે આતંકવાદી પ્રેમની ભાષા નથી સમજતા એટલા માટે ભારતીય સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇક દ્વાર શિવ તાંડવ કર્યો.
મુખ્યમંત્રી આદિત્યનાથ ગોરખનાથ મંદિરમાં મહાશિવરાત્રીનું વિશેષ પુજન કર્યા બાદ મહારાજગંજ ગયા. તેમણે ત્યાં 131 કરોડ રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે મોદી સરકારે ગરીબો માટે કલ્યાણ યોજનાઓ ચાલુ કરી અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું સપનું સાકાર થયું.
તેમણે કહ્યું કે આજે બધુ જ શક્ય છે, કેમકે, દેશના પીએમ મોદી છે. તેમણે કહ્યું કે દેશ અને રાજ્યને કોંગ્રેસ, સપા તેમજ બસપાએ મળીને લૂંટ્યા છે. આજે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર છે તો યોજનાઓનો લાભા સીધો પાત્રોને મળી રહ્યો છે. શાસનનો ચહેરો બદલતા જ પ્રશાસન પહેલા સારૂ કર્યા કરવા લાગ્યું છે. તેમણે જિલ્લાના જાણીતા અને વનટાંગિયા સમુદાયના વિકાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશના 12 કરોડ ખેડૂત પરિવારોને પીએમ મોદીએ સન્માન નિધીનો લાભ આપ્યો છે.
જેમાં મહરાજગંજના પણ 96 હજાર ખેડૂતોને લાભ મળ્યો છે. તેમણે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરી ગામ, ગરીબ, ખેડૂત, મજૂર અને મહિલાઓના વિકાસને જ સરકારની પ્રાથમિકતા ગણાવી છે. તેમણે સૈનિકોની પ્રશંસા કરતા કહ્યું કે દેશની સરહદ પર સેના દુશ્મનોને સણસણતો જવાબ આપી રહી છે. તેમણે કહ્યું કે પીએ મોદીએ સેનાને નિર્ણય લેવાની છૂટ આપી તો દેશના બહાદુર સૈનિકોએ પાકિસ્તાનના છક્કા છોડાવી દીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે