ચેન્નઈઃ તિરુપતિથી લોકસભા સાંસદ દુર્ગા પ્રસાદ રાવનું કોરોનાથી નિધન, PMએ વ્યક્ત કર્યું દુખ
durga prasad rao dies from corona: તિરુપતિથી સાંસદ બલ્લિ દુર્ગા પ્રસાદનું કોરોનાથી સંક્રમિત થયા બાદ ચેન્નઈની એક હોસ્પિટલમા નિધન થયુ છે. સારવાર દરમિયાન હાર્ટ એટેલ આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
ચેન્નઈઃ આંધ્ર પ્રદેશમાં તિરુપતિના સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવનુ બુધવારે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં નિધન થયુ છે. યુવજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (વાઈએસઆર)ના નેતાનું નિધન કોરોના વાયરસ સંક્રમણને કારણે થયું છે. બલ્લી દુર્ગા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને સારી સારવાર માટે 15 દિવસ પહેલા તેમને ચેન્નઈ શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. આ સિવાય મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યુ કે, લોકસભા સાસંદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવના નિધનથી દુખી છું. તેઓ એક અનુભવી નેતા હતા, જેમણે આંધ્ર પ્રદેશની પ્રગતિમાં ખુબ યોગદાન આપ્યુ. આ દુખના સમયમા મારી ભાવનાઓ તેમના પરિવાર અને શુભચિંતકો સાથે છે.
Tata Projects Limited બનાવશે દેશની નવી સંસદ, 862 કરોડમાં મળ્યો કોન્ટ્રાક્ટ
સાંસદ વસંતકુમારનુ પણ થઈ ચુક્યુ છે મૃત્યુ
મહત્વનું છે કે ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા સાત કેન્દ્રીય મંત્રી અને બંન્ને ગૃહોના મળીને બે ડઝન સાંસદો અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થયા છે. આ પહેલા લોકસભામાં તમિલનાડુથી સાંસદ એચ વસંતકુમારનું પણ કોરોનાથી મૃત્યુ થયું હતું. આ સિવાય દેશમાં ઘણા ધારાસભ્યોના મૃત્યુ પણ કોરોનાથી થયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube