નવી દિલ્હી : સંસદમાં શિયાળું સત્રનો પ્રારંભ થયો છે. સત્રની શરૂઆતમાં સંસદના બંને સદનમાં દિવંગત કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલી અને સુષમા સ્વરાજને શ્રધ્ધાંજલિ આપવામાં આવી. રાજ્યસભામાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, અરૂણ જેટલીના નિધનથી ન માત્ર પાર્ટીને મોટું નુકસાન થયું છે એમના જવાથી સમગ્ર દેશને ખોટ પડી છે. લોકસભામાં સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કાર્યવાહી શરૂ થયા પહેલા વિપક્ષને કહ્યું કે, સરકાર તમામ મામલો પર ચર્ચા કરવા માટે તૈયાર છે. જે બાદ વિપક્ષે લોકસભામાં હંગામો શરૂ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE અપડેટ
-વિપક્ષે સંસદમાં ખેડૂતો મુદ્દે ચર્ચાની માંગ કરી, સ્પીકર તરફથી પણ કહેવાયું કે, સરકાર તમામ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે. એ બાદ પ્રશ્નકાળ શરૂ થઇ શક્યો.

-વિપક્ષે સદનમાં સુત્રોચ્ચાર કર્યા કે, ખોટા કેસ પરત લો, અમને ન્યાય આપો. ગોરખપુરના સાંસદ રવિકિશને કલાકારો માટે જીવન વીમો અને અલગથી કલ્યાણ યોજનાની વાત કરી. 

-સંસદના શિયાળુ સત્ર શરૂ થયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 2019 નું આ છેલ્લું સત્ર ઘણું મહત્વપૂર્ણ છે. આ મામલે તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કરી છે. આશા છે કે અગાઉના સત્રની જેમ આ વખતે પણ સકારાત્મક પરિણામ મળે. આજથી રાજ્યસભામાં 250મા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. આ સત્ર દેશ માટે જાગરૂકતા અભિયાન બની શકે એમ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube