લોકસભામાં NIA સંશોધન વિધેયકને મંજુરી, વિરોધમાં માત્ર 6 મત પડ્યાં
એનઆઇએ સંબંધિક એક બિલ મુદ્દે સોમવારે લોકસભામાં અમિત શાહ અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી
નવી દિલ્હી : તીખી ચર્ચા બાદ લોકસભાએ સોમવારે એનઆઇએ સંશોધન વિધેયક 2019ને મંજુરી આપી દીધીછે જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને ભારતની બહાર કોઇ ગંભીર ગુના સંબંધે કેસની નોંધણી કરવા અને તપાસનાં નિર્દેશ આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. નિચલા સદનમાં વિધેયક પર થયેલી ચર્ચાનો જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ કહ્યું કે, આજે જ્યારે દેશ અને દુનિયાને આતંકવાદનાં ખતરા સામે જજુમવાનું છે, એવામાં એનઆઇએ સંશોધન વિધેયકનો ઉદ્દેશ્ય તપાસ એજન્સીને રાષ્ટ્રહિતમાં મજબુત બનાવવાનું છે.
BPSCની મુખ્ય પરિક્ષામાં વિચિત્ર સવાલ! શું બિહારના રાજ્યપાલ કઠપુતળી છે ?
અગાઉ બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીની વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી હતી. વિપક્ષે શંકાનો જવાબ આપતા શાહે કહ્યું કે, આ કાયદાનો ઉપયોગ આતંકવાદનો ખાતમો કવરા માટે થશે, પરંતુ તે પણ જોવામાં આવશે કે આ કોઇ ધર્મના વ્યક્તિએ કર્યો છે.
VIDEO : નદીમાં કૂદકો મારી CRPFના બે જવાનોએ બચાવ્યો 14 વર્ષીય કિશોરીનો જીવ
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું, જો સિદ્ધુ કામ નથી કરવા ઇચ્છતા તો હું કંઇ કરી શકું નહી
સરકાર હિંદુ મુસ્લિમની વાત નથી કરતી
ગૃહરાજ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે, આતંકવાદનો કોઇ ધર્મ, જાતી અને ક્ષેત્ર નથી હોતું. તે માનવતાની વિરુદ્ધ છે. તેની વિરુદ્ધ લડવાની સરકાર, સંસદ, તમામ રાજનીતિક દળોની જવાબદારી છે. રેડ્ડીએ કેટલાક સભ્યો દ્વારા દક્ષિણપંથી આતંકવાદ અને ધર્મનો મુદ્દો ઉઠાવવા અંગે કહ્યું કે, સરકાર હિંદુ, મુસ્લિમની વાત નથી કરતી. સરકારને દેશની 130 કરોડ જનતાની સુરક્ષાની જવાબદારી સોંપી છે અને જેના ચોકીદાર વડાપ્રધાન મોદી છે. દેશની સુરક્ષા માટે સરકાર આગળ રહેશે.
લોકસભામાં Motor Vehicles Amendment Bill રજુ, કાયદો સહેજ પણ તોડ્યો એટલે હજારોનો દંડ
278ની તુલનાએ વિરોધમાં માત્ર 6 મત
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ મત વિભાજન જરૂર હોવું જોઇએ. અમે પણ તેની માંગ કરીએ છીએ જેથી માહિતી મળે કે કોણ આતંકવાદની સાથે છે અને કોણ નથી. મત વિભાજનમાં સદનનાં 6ની તુલનાએ 278 મતોથી વિધેયકને પસાર કરવા અંગે વિચાર કરવા માટે રાખવાની પરવાનગી આપી. ગૃહરાજ્યમંત્રી રેડ્ડીએ કહ્યું કે, આ સંશોધન વિધયકનો ઇાદો એનાઇએ અધિનિયમને મજબુત બનાવવાનો છે.