ટ્રેન્ડ બાદ બોલ્યા રામદેવ, હવે આગામી 10-15 વર્ષો સુધી વિપક્ષે કરવો પડશે અનુલોમ-વિલોમ
તેમણે કહ્યું કે, 2019ની ચૂંટણી પરિણામો બાદ વિપક્ષી પાર્ટીઓએ સત્તામાં આવવાનું સપનું છોડી દેવું જોઈએ. યોગ ગુરૂએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર બનશે. જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 પર પણ દૂર થશે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Results 2019)ના ટ્રેન્ડે સંકેત આપી દીધા છે કે દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. એક્ઝિટ પોલ્સના આંકડા ફરી એકવાર સાચા સાબિત થતાં દેખાઇ રહ્યાં છે. ભાજપને લીડ બાદ યોગ ગુરૂ બાબા રામદેવે એનડીએને શુભેચ્છા આપતા કહ્યું કે, લોકતંત્રના મહાપર્વ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીત મેળવી છે. આ દરમિયાન તેમણે વિપક્ષ પર પણ હુમલો કર્યો હતો.
યોગ ગુરૂ બાબા રામદેવએ ટ્રેન્ડ પર કહ્યું કે, વર્ષ 2019 જ નહીં પરંતુ આગળના દસ-પંદર વર્ષ સુધી વિપક્ષના નેતાઓને અનુલોમ વિલોમ પરવા પડશે. તેમણે કહ્યું કે, દેશમાં ઓબીસી, મુસ્લિમ, દલિત અને કિસાનોને ગેરમાર્ગે દોરવાનું વિપક્ષે કામ કર્યું, પરંતુ પીએમ મોદીએ દેશની જનતાને તેમના કામ માટે તેમને ફરીથી સત્તા સોપવાનું મન બનાવ્યું અને ભારે મતોથી વિજય અપાવ્યો છે.
લોકસભા ચૂંટણી પરિણામ 2019: અમેઠી-કોંગ્રેસની પરંપરાગત સીટમાં સ્મૃતિએ પાડ્યું 'ગાબડું'!
તેમણે કહ્યું કે, 2019ના ચૂંટણીના પરિણામ બાદ વિપક્ષી દળોએ સત્તામાં આવવાનું સપનું છોડી દેવું જોઈએ. યોગ ગુરૂએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર બનશે. જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 પણ હટશે. આ સાથે સંપત્તિ ખરીદવા માટે પ્રતિબંધ લગાવતી કલમ 35 એ પણ હટશે.
અમરેલી બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું, ધાનાણી એક લાખ મતોથી પાછળ
તમને જણાવી દઈએ કે સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ની મતગાણના ચાલી રહી છે. તમામ 542 સીટોના ટ્રેન્ડમાં ભાજપ+ 351 સીટ, કોંગ્રેસ 87+ સીટ, જ્યારે અન્ય 104 સીટો પર આગળ ચાલી રહ્ુયં છે. વારાણસી સીટ પરથી પીએમ નરેન્દ્ર મોદી આગળ ચાલી રહ્યાં છે.