લોકસભા ચૂંટણી પરિણામ 2019: અમેઠી-કોંગ્રેસની પરંપરાગત સીટમાં સ્મૃતિએ પાડ્યું 'ગાબડું'!

અમેઠી કોંગ્રેસની પરંપરાગત સીટ કહેવાય છે અને રાહુલ ગાંધી અહીં 2004થી સતત જીતતા આવ્યા છે, 2014ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિએ રાહુલ ગાંધીને આકરી ટક્કર આપી હતી અને અહીં હારવા છતાં પણ 3 લાખ કરતાં વધુ વોટ મેળવ્યા હતા
 

લોકસભા ચૂંટણી પરિણામ 2019: અમેઠી-કોંગ્રેસની પરંપરાગત સીટમાં સ્મૃતિએ પાડ્યું 'ગાબડું'!

ઝી ડિજિટલ ડેસ્ટક/ અમદાવાદઃ ઉત્તરપ્રદેશની અમેઠી લોકસભા બેઠક પર બપોરે 2.15 સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપના સ્મૃતિ ઈરાની કોંગ્રેસના રાહુલ ગાંધી કરતાં 9000 વોટથી આગળ ચાલી રહ્યા છે. આ લીડ જોતાં એવું લાગે છે કે, સ્મૃતિ ઈરાની આ બેઠક પર જીતી જશે. સ્મૃતિ ઈરાનીને અત્યાર સુધી 1,04,498 વોટ મળ્યા છે, જેની સામે કોંગ્રેસના રાહુલ ગાંધીને 94,732 વોટ મળ્યા છે.  સ્મૃતિ ઈરાનીને 49.14 ટકા વોટ મળ્યા છે, જ્યારે રાહુલ ગાંધીને 44.28 ટકા વોટ મળ્યા છે. 

બપોરે 2.15 કલાક સુધીનો ટ્રેન્ડ નીચે મુજબ છે. 

અમેઠી કોંગ્રેસની પરંપરાગત સીટ કહેવાય છે અને રાહુલ ગાંધી અહીં 2004થી સતત જીતતા આવ્યા છે, 2014ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિએ રાહુલ ગાંધીને આકરી ટક્કર આપી હતી અને અહીં હારવા છતાં પણ 3 લાખ કરતાં વધુ વોટ મેળવ્યા હતા.

અમેઠી બેઠક પર 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને પરાજયનો ડર હોવાને કારણે તેમણે કેરળની વાયનાડ સીટ પરથી પણ ઉમેદવારી નોંધાવી હતી. રાહુલ ગાંધી વાયનાડ સીટ પર અત્યારે 1 લાખ કરતાં પણ વધુ માર્જિનથી આગળ ચાલી રહ્યા છે અને અહીં તેમનો વિજય લગભગ પાકો થઈ ગયો છે.

 

સ્મૃતિ ઈરાની છેલ્લા 10 વર્ષથી અહીં મહેનત કરી રહ્યા છે. તેમણે પોતાના પ્રચારના બળે ભાજપને અહીં નંબર-2 પોઝિશનમાં લાવીને મુકી દીધું હતું. સ્મૃતિ ઈરાનીએ કાપડ મંત્રાલયનો પોર્ટફોલિયો સંભાળ્યા પછી ઘણી મહેનત કરી હતી. તેમણે 2009ની લોકસભા ચૂંટણીમાં રાહુલના 2.90 લાખ વોટ કાપ્યા હતા અને 2014ની લોકસભા ચૂંટણીમાં તેમણે 3.70 લાખ વોટ મેળવ્યા હતા. આ રીતે 2009ની સરખામણીએ 2014માં સ્મૃતિએ 1 લાખ વધુ વોટ મેળવ્યા હતા. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news