Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા બહાલ કરી દેવાઈ છે. લોકસભા સચિવાલય તરફથી આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળેલી બે વર્ષની સજા અને દોષસિદ્ધિને રદ કરી દીધી હતી. આ સાથે જ તેમનું સાંસદ પદ બહાલીનો રસ્તો ક્લિયર થઈ ગયો. રાહુલ ગાંધી 2019માં લોકસભા ચૂંટણીમાં કેરળના વાયનાડથી ચૂંટણી જીત્યા હતા. 


એવું માનવામાં આવી રહ્યું છે કે હવે રાહુલ ગાંધીનું કદ વધી જશે. પહેલા ભારત જોડો યાત્રા અને હવે સંસદ સદસ્યતા બહાલીથી તેમની તાકાત વધી ગઈ છે. રાહુલ ગાંધી આજે સંસદમાં પહોંચીને કેન્દ્ર સરકાર પર નિશાન સાંધી શકે છે. રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા બહાલ થવાથી કોંગ્રેસ સહિત સમગ્ર I.N.D.I.A. ગઠબંધનમાં જોશ જોવા મળી રહ્યો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube