રંજનબેનનો વિવાદો સાથે નાતો! એકાએક મોદી સરકારના આ નેતાનું વડોદરા સીટ માટે નામ ઉછળ્યું, મોદી પણ લડી ચૂકયા છે ચૂંટણી
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી ઢૂંકડી છે અને ભાજપની ઉમેદવારોની પહેલી યાદી બહાર પડવાની તૈયારી છે. ત્યારે વડોદરાની બેઠક પર કોનું નામ જાહેર કરાશે તે અંગે ખુબ અટકળો થઈ રહી છે. આ બેઠક પરથી હાલ મોદી સરકારમાં મંત્રી એવા નેતાનું નામ ચર્ચામાં છે.
Vadodara Lok Sabha Seat: વડોદરાના સાંસદ રંજનબેનનો વિવાદો સાથે નાતો છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપની પ્રથમ યાદી આજે સાંજે જાહેર થવાની સંભાવના છે. જેમાં ગુજરાતની અડધી બેઠકોની જાહેરાત શક્ય છે. 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટાયેલા વડોદરા બેઠક પરથી વિદેશ પ્રધાન એસ જયશંકરની ચૂંટણી લડવાના દાવાઓને પગલે રંજનબેનના ટેકેદારોમાં હલચલ છે. હાલમાં રંજનબેન ભટ્ટ અહીંથી સાંસદ છે.
વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટની વિદાય નિશ્ચિત
દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક પહેલા વિદેશ મંત્રીના નામની ચર્ચાએ દાવેદારોની બેચેની વધારી દીધી છે. શું વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની વડોદરાથી ચૂંટણી લડશે? વિદેશ મંત્રી એસ જયશંકર બીજી વખત રાજ્યસભામાં ચૂંટાયા. તેમણે વડોદરાને અડીને આવેલા નર્મદા જિલ્લાના કેટલાક ગામો પણ દત્તક લીધા છે. એસ જયશંકર વડોદરામાંથી ચૂંટણી લડશે તો વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટની વિદાય નિશ્ચિત છે. વડોદરામાંથી ચર્ચામાં રહેલા અન્ય નામોમાં શહેર પ્રમુખ ડો.વિજય શાહ અને ભાજપના રાષ્ટ્રીય મહિલા ઉપપ્રમુખ જ્યોતિ પંડ્યાના નામો મુખ્ય છે. સેંસ પ્રક્રિયામાં કોંગ્રેસમાંથી સતીશ પટેલનું નામ પણ સામે આવ્યું હતું.
જયશંકરનું નામ કેમ ચર્ચામાં છે?
મોદી 3.0માં એસ જયશંકરને વિદેશ મંત્રી બનાવવાનું નિશ્ચિત છે. આવી સ્થિતિમાં ભાજપ વિદેશ મંત્રીને મેદાનમાં ઉતારી શકે છે. એવી અટકળો છે કે એસ જયશંકર દિલ્હીથી પણ ચૂંટણી લડશે, પરંતુ વડોદરા તેમના માટે એકદમ યોગ્ય માનવામાં આવે છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘણીવાર પોતાના નિર્ણયોથી આશ્ચર્યચકિત કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ આગામી સરકારના તમામ સભ્યો ચૂંટણી લડે તેવું ઈચ્છે છે. પીએમ મોદીએ 2014માં વારાણસીથી ચૂંટણી લડી ત્યારે તેમણે વડોદરાને સુરક્ષિત બેઠક તરીકે રાખી હતી. બાદમાં તેમણે વડોદરા છોડી દીધું હતું.
માર્ચના પહેલા જ દિવસે મોંઘવારીનો ઝટકો, LPG સિલિન્ડરમાં ભાવ વધારો ઝીંકાયો, જાણો રેટ
આ કારણોસર કપાશે રંજનબેનનું નામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા બેઠક છોડીને સંસદસભ્ય બનેલા રંજનબેન ભટ્ટને ફરી રિપીટ કરવામાં આવે તેવી 50-50 શક્યતાઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રંજનબેને પ્રથમ ટર્મમાં સારી છાપ છોડી હતી, પરંતુ બીજી ટર્મમાં મોટી જીત બાદ તેઓ વિવાદોમાં સપડાયા છે. ગત મહિનાના અંતમાં તેમના પર હિટ એન્ડ રનના આરોપીઓને મુક્ત કરવાનો આરોપ લાગ્યો હતો. બાદમાં વડોદરાના સાંસદે પણ ખુલાસો આપવો પડ્યો હતો. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે વડોદરા ભાજપ માટે સલામત બેઠક છે.
રાજ્યસભામાં NDA પાસે હવે બહુમતથી માત્ર ત્રણ સીટો ઓછી, ચૂંટણી બાદ થયો ફાયદો
ભાજપ નવો જુગાર રમશે
દિલ્હી બીજેપી હેડક્વાર્ટર ખાતે બપોરે બીજેપીની પ્રથમ યાદી જાહેર થવાની શક્યતા છે. આશ્ચર્યજનક રીતે, ભૂતપૂર્વ અમલદારને પણ ટિકિટ મળી શકે છે. જેમાં દિલ્હી પોલીસ કમિશનર રહી ચૂકેલા નિવૃત્ત IPS અધિકારી રાકેશ અસ્થાનાનું નામ લેવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં પાર્ટી નવા ચહેરા પર જુગાર રમી શકે છે. જેમાં પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નામ લેવામાં આવી રહ્યું છે, હવે જોવાનું એ રહે છે કે કબડ્ડી પ્લેયર રહેલા વડોદરાના સાંસદ ત્રીજી વખત ટિકિટની રેસ જીતી શકશે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube