રાજ્યસભામાં NDA પાસે હવે બહુમતથી માત્ર ત્રણ સીટો ઓછી, જાણો ભાજપ માટે કેમ મહત્વની છે આ વાત?

BJP Seats In Rajya Sabha: તાજેતરમાં રાજ્યસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 56માંથી 30 સીટ જીતવામાં સફળ રહી. જેનાથી ઉપલા ગૃહમાં તેનો સ્કોર 97 અને એનડીએનો 118 થઈ ગયો છે. 

રાજ્યસભામાં NDA પાસે હવે બહુમતથી માત્ર ત્રણ સીટો ઓછી, જાણો ભાજપ માટે કેમ મહત્વની છે આ વાત?

નવી દિલ્હીઃ NDA Seats In Rajya Sabha: તાજેતરમાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણી બાદ ઉપલા ગૃહમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએની પાસે હવે બહુમતથી માત્ર ત્રણ સીટો ઓછી છે. આ મહિને 56 રાજ્યસભા માટે થયેલી ચૂંટણીની સાથે ભાજપ 100ની નજીક પહોંચી ગયું છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં 30 સીટો જીતી, જેનાથી રાજ્યસભામાં તેની પાસે 97 અને એનડીએ પાસે 118 સભ્યો થઈ ગયા છે. 

આ મહિનાની શરૂઆતમાં 56 સીટોમાંથી 41 પર ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. ત્યારબાદ 27 ફેબ્રુઆરીએ ત્રણ રાજ્યોની 15 સીટો પર મતદાન થયું, જેમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોના ક્રોસ વોટિંગને કારણે ભાજપને બે વધારાની સીટો (એક હિમાચલ અને એક ઉત્તર પ્રદેશ) માં મળી હતી. 

રાજ્યસભાનું ગણિત
235 સભ્યોવાળા ઉપલા ગૃહમાં બહુમતનો આંકડો 123 છે. પરંતુ વર્તમાનમાં પાંચ સીટો ખાલી છે, જેમાંથી ચાર જમ્મુ-કાશ્મીરથી છે. જે રાષ્ટ્રપતિ શાસન હેઠળ છે અને એક સીટ નોમિનેટ સભ્ય કેટેગરીની છે. તેનાથી ગૃહના સભ્યોની સંખ્યા પણ ઘટીને 240 રહી ગઈ છે અને બહુમતનો આંકડો 121 રહી ગયો છે.

ભાજપ માટે કેમ મહત્વનું છે સંખ્યાબળ?
લોકસભામાં ભાજપનો દબદબો છે, તો બિલ પસાર કરાવવાની દ્રષ્ટિએ રાજ્યસભાનું સંખ્યાબળ મહત્વપૂર્ણ થઈ ગયું છે. 2019 બાદ બહુમત ન હોવા છતાં એનડીએ સરકાર ઘણા મહત્વપૂર્ણ બિલ પસાર કરાવવામાં સફળ રહી, જેમાં આર્ટિકલ 370ને રદ્દ કરવો, ત્રણ તલાક, દિલ્હી સેવા બિલ અને અન્ય બિલ સામેલ છે. આ બિલ પાસ કરાવવામાં ભાજપને રાજ્યસભામાં નવીન પટનાયકની પાર્ટી બીજેડી અને આંધ્ર પ્રદેશની વાઈએસઆર કોંગ્રેસ જેવી તટસ્થ પાર્ટીઓનું સમર્થન મળ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news