નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ દ્વારા વધુ એક યાદી બહાર પાડવામાં આવી છે. ભારે મનોમંથન બાદ બહાર પડાયેલી આ યાદીમાં ભાજપના વરિષ્ઠ અને સંસ્થાપક નેતાઓમાંના એક એવા મુરલી મનોહર જોશીનું પત્તુ કાપવામાં આવ્યું છે. તેઓ કાનપુર બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા છે, પરંતુ આ યાદીમાં ભાજપ દ્વારા સત્યદેવ પચોરીને કાનપુર બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે. મંગળવારે જ ભાજપમાં જોડાયેલા અભિનેત્રી જયાપ્રદાને રામપુરની ટિકિટ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ દ્વારા 39 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાંથી 29 નામ ઉત્તરપ્રદેશના છે, જ્યારે 10 પશ્ચિમ બંગાળના ઉમેદવાર જાહેર કરાયા છે. આ યાદીમાં નામ ઓછા કપાયા છે, પરંતુ ઉમેદવારોની બેઠકોની અદલા-બદલી કરવામાં આવી છે.


લોકસભા ચૂંટણી 2019: ગુજરાતની કચ્છ અને નવસારી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર


રામશંકર કઠેરિયાની આગરા બેઠક પરથી ટિકિટ કાપવામાં આવી છે અને તેમને ઈટાવાથી ચૂંટણી લડવા જણાવાયું છે. એ જ રીતે વરુણ ગાંધીને પણ સુલ્તાનપુરને બદલે પીલીભીતથી ચૂંટણી લડવા માટે જણાવાયું છે. 


મોદી સાથે સ્કૂટર પર ભાજપનો પ્રચાર કરતા તોગડિયા હવે પડ્યા સામે


અન્ય પ્રમુખ બેઠકો પર જાહેર થયેલા જાણીતા નામમાં કાનપુર ગ્રામીણ બેઠક પર દેવેન્દ્ર સિંહ ભોલે, ગાઝીપુરથી મનોજ સિન્હા, હમિરપુરથી પુષ્પેન્દ્ર ચંડેલ, અલાહાબાદ બેઠક પરથી રીતા બહુગુણા જોશી, કુશીનગરથી વિજય દુબે અને બલિયા બેઠક પરથી વિરેન્દ્ર મસ્ત ચૂંટણી લડશે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...