BJP Manifesto 2019: ભાજપનો ચૂંટણી ઢંઢેરો, સંકલ્પ પત્રમાં વેપારીઓ માટે પેન્શનની મોટી જાહેરાત
ભાજપનો સંકલ્પ પત્ર: લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટી ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. સંકલ્પ પત્રમાં ભાજપે દરેક વર્ગ માટે વિવિધ સંકલ્પો વ્યક્ત કર્યા છે. નાના વેપારીઓ માટે પેન્શનની મોટી જાહેરાત કરી છે. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્ર નામ આપ્યું છે. સંકલ્પ પત્ર રજૂ કરતાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે મોદી સરકારના પાંચ વર્ષની સિધ્ધિઓ દર્શાવી હતી અને ફીર એકવાર મોદી સરકારનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 માટે ભારતીય જનતા પાર્ટી ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપે સંકલ્પ પત્રમાં દરેક વર્ગ માટે વિવિધ સંકલ્પો વ્યક્ત કર્યા છે. નાના વેપારીઓ માટે પેન્શનની મોટી જાહેરાત કરી છે. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્ર નામ આપ્યું છે. સંકલ્પ પત્ર રજૂ કરતાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે મોદી સરકારના પાંચ વર્ષની સિધ્ધિઓ દર્શાવી હતી અને ફીર એકવાર મોદી સરકારનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી સહિત દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો સંકલ્પ પત્ર રજૂ કર્યો. જેમાં ત્રણ બાબતો પર વધુ ભાર મુકવામાં આવ્યો. જેમાં કહેવાયું કે રાષ્ટ્રીય સુરક્ષા નીતિ માત્રને માત્ર દેશના રાષ્ટ્રીય સુરક્ષા વિષયો દ્વારા જ નિર્દેશિત હશે. આતંકવાદ અને ઉગ્રવાદ વિરૂધ્ધ જીરો ટોલરેન્સની નીતિને વધુ દ્રઢતા સાથે આગળ ચાલુ રખાશે અને સુરક્ષા બળોને આતંકવાદીઓનો સામનો કરવા માટે વધુ ફ્રી હેન્ડ આપવામાં આવશે. આ ઉપરાંત પણ અનેક ઘણી બાબતોનો ઉલ્લેખ કરાયો છે.
સંકલ્પ પત્રની મહત્વની 10 બાબતો
1. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાના વચન પર પાર્ટી કાયમ છે
2. ગ્રામિણ વિસ્તારોમાં વિકાસ કરવા પર 25 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરાશે.
3.દરેક ખેડૂતોને 6 હજાર રૂપિયા વર્ષે કિસાન સન્માન નિધિ મળશે.
4.રાષ્ટ્રીય વેપાર આયોગની રચના કરવામાં આવશે
5.લઘુ અને સીમાંત ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શન સુવિધા
સંકલ્પ પત્રની તમામ વિગત જાણવા અહીં ક્લિક કરો
6.નાના વેપારીઓને પણ 60 વર્ષ બાદ પેન્શનની સુવિધા મળશે
7.જમીન રેકોર્ડનું ડિજિટલાઇજેશન કરાશે
8. દરેક પરિવારને પાકું મકાન, ઘરે ઘરે એલપીજી ગેસ સિલિન્ડર, તમામ ઘરોમાં વીજળીકરણ
9. શિક્ષણ સંસ્થાઓમાં બેઠકો વધારાશે
10. નિકાસને બણી કરવાનો લક્ષ્ય
અમિત શાહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, જુઓ વીડિયો
લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં મોદી સરકારના પાંચ વર્ષની સિધ્ધિઓ ગણાવી દેશનું ગૌરવ વધ્યાનો આનંદ વ્યક્ત કર્યો. તેમણે સંકલ્પ પત્ર દેશવાસીઓ માટે એક રેકોર્ડ બની રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે એટલું જ કહેવા માગું છું કે અમે જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો તમામ પ્રયાસ કર્યો છે. અમે દેશને મજબૂત સરકાર આપવાનો વાદો કરીએ છીએ. અમે મોદીજીના નેતૃત્વમાં જનતાની અપેક્ષાનું ભારત બનાવવામાં સફળ રહીશું. આ અપેક્ષાઓની પૂર્તિ કરવાની ચૂંટણી છે. અમને પૂર્ણ આશા છે કે ફરી એકવાર મજબૂત સરકાર બનશે.
જુઓ LIVE TV