ભાજપનો ‘સંકલ્પ પત્ર’: રાજનાથ સિંહે કહ્યું- 60 વર્ષ બાદ ખેડૂતોને પેન્શનની સુવિધા
લોકસભા ચૂંટણી 2019 ભાજપનો સંકલ્પ પત્ર: ચૂંટણી ઢંઢેરાને જાહેર કરતાં રાજનાથ સિંહે ખેડૂતોના હિતમાં એક મોટી જાહેરાત કરી છે. તેમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને પેન્શન સુવિધા આપવામાં આવશે, તેમજ તેમામ ખેડૂતોને ખેડૂત સન્માન નિધિનો પણ લાભ મળશે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે આજે તેમનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરાને પાર્ટીએ સંકલ્પ પત્ર નામ આપ્યું છે. ત્યારે ચૂંટણી ઢંઢેરાને જાહેર કરતાં રાજનાથ સિંહે ખેડૂતોના હિતમાં એક મોટી જાહેરાત કરી છે. તેમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને પેન્શન સુવિધા આપવામાં આવશે, તેમજ તેમામ ખેડૂતોને ખેડૂત સન્માન નિધિનો પણ લાભ મળશે.
ભાજપે બહાર પાડ્યું 'સંકલ્પ પત્ર', PM મોદીએ કહ્યું- '2022માં અમે 3 વર્ષના કામનો આપીશું હિસાબ'
વધુમાં રાજનાથ સિંહે જણાવ્યું કે, અમે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 35એ હટાવવાનો પ્રયત્ન કરીશું. આયુષ્માન ભારતા 1.5 લાખ હેલ્થ અને અવેરનેસ સેન્ટર ખુલ્લા મુકશું. 2022 સુધીમાં તમામ રેલવે ટ્રેકને બ્રોડ ગેજમાં પરિવર્તન કરશું. લો સંસ્થાઓમાં સીટો વધારાશે. તમામ ઘરોને 100 ટકા વિદ્યુતિકરણ કરવામાં આવશે. ટ્રિપલ તલાક કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓ માટે ન્યાન સુનિશ્ચિત કરીશું. પ્રત્યેક પરિવારને પાક્કુ મકાન, વધુમાં વધુ ગ્રામીણ પરિવારોને એલપીજી ગેસ સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરશું.