નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ને લઇને અનેક અટકળો ઉઠી રહી છે ત્યારે ચૂંટણી પંચે વહેલી ચૂંટણી થવાના સંકેત આપ્યા છે. ચૂંટણી પંચ દ્વારા તમામ રાજ્યોને આ મામલે આદેશ કરાયા છે અને 28 ફેબ્રુઆરી પહેલા વિગતો મોકલી આપવા આદેશ કરાયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તમામ રાજ્યોમાં ઉચ્ચ અધિકારીઓની જો બદલી કરવાની હોય તો એ 28 પહેલા પૂર્ણ કરી દેવા સુચના આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે આગામી માર્ચ એપ્રિલમાં યોજાનાર લોકસભાની ચૂંટણી પર સૌની નજર મંડાઇ છે. સત્તા ટકાવી રાખવા ભાજપ માટે તો સત્તા મેળવવા માટે કોંગ્રેસ છાવણીમાં એડીથી ચોટીનું જોર લગાવાઇ રહ્યું છે. લોકસભાની ચૂંટણી સમયસર યોજાશે કે વહેલા યોજાશે એ અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ સંજોગોમાં ચૂંટણી પંચ દ્વારા વહેલી ચૂંટણી યોજવા અંગે વધુ એક સંકેત આપ્યો છે. 


ચૂંટણી પંચે શું કર્યો આદેશ? જુઓ વીડિયો


ચૂંટણી પંચ દ્વારા આ મામલે તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે કે જો રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરવાની થતી હોય તો એ તમામ કાર્યવાહી 28 ફેબ્રુઆરી પહેલા પૂર્ણ કરી દેવી અને તમામ વિગતો ચૂંટણી પંચને મોકલી આપવી.