મોદી સરકારનો મોટો નિર્ણય, સરકારી નોકરીઓમાં સવર્ણોને મળશે અનામતનો લાભ
લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી સરકારા દ્વારા એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો છે. મોદી સરકારે સવર્ણોને મોટી ભેટ આપી છે. સરકારી નોકરીઓમાં હવેથી સવર્ણોને 10 ટકા અનામતનો લાભ અપાશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ઉચ્ચ જાતિના ગરીબ એટલે કે આર્થિક રીતે પછાત પરિવારોના યુવાનોને નોકરીમાં મોટી રાહત થશે.
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી સરકારા દ્વારા એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો છે. મોદી સરકારે સવર્ણોને મોટી ભેટ આપી છે. સરકારી નોકરીઓમાં હવેથી સવર્ણોને 10 ટકા અનામતનો લાભ અપાશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ઉચ્ચ જાતિના ગરીબ એટલે કે આર્થિક રીતે પછાત પરિવારોના યુવાનોને નોકરીમાં મોટી રાહત થશે.
ત્રણ મહિના બાદ યોજાનાર લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. મોદી સરકારે સવર્ણોને સરકારી નોકરીઓમાં લાભ આપવાનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે અને હવેથી સરકારી નોકરીઓમાં આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આપવામાં આવશે.
આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાના નિર્ણયનું ભાજપ પાર્ટીએ સ્વાગત કર્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાજ હુસૈને કહ્યું કે, ગરીબ સવર્ણોને અનામત મળવી જોઇએ. પીએમ મોદીની નીતિ છે કે સૌનો સાથ સૌનો વિકાસ, સરકારે સવર્ણોને એમનો હક આપ્યો છે. પીએમ મોદી દેશની જનતા માટે કામ કરી રહ્યા છે.
કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ આ અંગે જણાવ્યું કે, સરકારે લીધેલો નિર્ણય દેશને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. સવર્ણ સમાજમાં પણ ગરીબ લોકો હોય છે અમને પણ પ્રગતિનો લાભ મળે એ માટે નિર્ણય લેવાયો છે. આ નિર્ણય લેવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરૂ છું.
સવર્ણોને અનામતનો લાભ, મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, જુઓ LIVE TV