ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ભારત એક લોકશાહી દેશ છે અને અહીં લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો સત્તાના સૂત્રો સંભાળીને સરકાર ચલાવે છે, ભારતમાં કેન્દ્ર અને રાજ્ય એમ બે પ્રકારની વ્યવસ્થા છે અને દરેકની દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે, એક વખત ચૂંટાનારો સંસદ સભ્ય કે ધારાસભ્ય 5 વર્ષ માટે જનતાની સેવા કરે છે, પાંચ વર્ષનો સરકારનો કાર્યકાળ પૂરો થાય એટલે નવેસરથી ચૂંટણી યોજાતી હોય છે. વર્ષ 2014ની ચૂંટણીમાં દેશમાં આવેલી મોદી લહેરમાં 2009માં સત્તામાં રહેલી યુપીએ સરકારને સત્તા ગુમાવાનો વારો આવ્યો હતો અને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ ગઠબંધનની પૂર્ણ બહુમતિ ધરાવતી સરકાર બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે, દેશમાં 2019ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આવો છેલ્લી બે ચૂંટણીના પરિદૃશ્ય પર નજર નાખીએ. જાણીએ કઈ પાર્ટીએ દેશમાં કેટલા ટકા વોટ મેળવ્યા હતા અને તેને કેટલા ટકા પ્રજાનું સમર્થન મળ્યું હતું. કેન્દ્રની 543 લોકસભા બેઠકમાં કઈ પાર્ટીએ કેટલી સીટ જીતી હતી અને સત્તામાં કઈ પાર્ટીનું પ્રભુત્વ રહ્યું હતું. 


2014ની 16મી લોકસભા ચૂંટણીનું પરિણામઃ-
 
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી 7 એપ્રિલ, 2014થી 12 મે, 2014 દરમિયાન 9 તબક્કામાં યોજાઈ હતી અને 16 મે, 2014ના રોજ ચૂંટણી પરિણામ જાહેર કરાયું હતું. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા ગઠબંધને 543માંથી 336 બેઠક જીતીને પૂર્ણ બહુમતિ મેળવી હતી, જેમાં ભાજપે 282 બેઠક જીતી હતી. તેમના વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ 26મે, 2014ના રોજ સ્વતંત્ર ભારતના 14મા વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. લોકસભાનું પ્રથમ સત્ર 4 જુનથી 11 જુન, 2014 દરમિયાન મળ્યું હતું. 1984 પછી આ પ્રથમ ઘટના હતી જ્યારે કોઈ એક પાર્ટીને પૂર્ણ બહુમત મળ્યો હોય અને તેણે સરકાર બનાવી હોય. અત્યાર સુધી ગઠબંધનવાળી જ સરકાર બનતી આવી હતી.


લોકસભા ચૂંટણી જંગઃ જાણીને નવાઈ લાગશે કે દેશમાં 96 ટકા રાજકીય પક્ષો માન્યતા વગરના 


16મી લોકસભામાં વિરોધ પક્ષનો કોઈ નેતા ન હતો. સંસદના નિયમ પ્રમાણે લોકસભામાં વિરોધ પક્ષ પાસે ઓછામાંઓછી 545ની 10 ટકા સીટ જીતેલી હોવી જોઈએ. એ ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 44 સીટ જીતી હતી અને તમિલનાડુની ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ 37 બેઠક સાથે ત્રીજા ક્રમની સૌથી મોટી પાર્ટી હતી. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેને વિરોધ પક્ષના નેતા બનાવાયા હતા. 


સૌથી મોટી વિજેતા પાર્ટીને મળ્યા સૌથી ઓછા વોટ 
2014ની સામાન્ય ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે(NDA) કુલ 336 સીટ જીતી હતી. જોકે, ભાજપને માત્ર 31.0 ટકા વોટ જ મળ્યા હતા, જે આઝાદી પછી ભારતમાં બહુમતિવાળી સરકાર બનાવનારી પાર્ટીને મળેલા સૌથી ઓછા હતા. એનડીએનો સંયુક્ત વોટશેર 38.5 ટકા થયો હતો. જેની સામે કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સે(UPA) 59 સીટ જીતી હતી અને તેમને 19.5 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસ પાર્ટીને માત્ર 44 સીટથી સંતોષ માનવો પડ્યો હતો, જે કોંગ્રેસનો સૌથી મોટો પરાજય હતો. 


લોકસભા ચૂંટણીઃ અહીં રાષ્ટ્રીય પાર્ટીઓને પણ પાણી ભરાવી રહી છે લોકલ પાર્ટીઓ


2014ની ચૂંટણીમાં મુખ્ય પક્ષોનું વોટ શેરિંગ અને સીટ શેરિંગ
પક્ષ              નેતા                   કુલ સીટ    વોટ શેર    સીટ શેર 
BJP            નરેન્દ્ર મોદી           282          31.3%     51.9%
કોંગ્રેસ          સોનિયા ગાંધી        44           19.5%       8.1%
AIADMK     જયલલિતા            37             3.3%       6.8%
તૃણમુલ        મમતા બેનરજી      34             3.8%        6.2%
BJD            નવીન પટનાયક    20            1.7%         3.6%
શિવસેના      ઉદ્ધવ ઠાકરે            18            1.9%        3.3%
TDP           ચંદ્રાબાબુ નાયડુ      16            2.5%        2.7%
TRS          કે.ચંદ્રશેખર રાવ      11             1.2%        2.4%


2009ની 15મી લોકસભા ચૂંટણીનું પરિણામ


કોંગ્રેસ અને તેના ગઠબંધન પાર્ટીની સરકાર આગળથી ચાલી આવતી હતી. જોકે, તેમાંથી ડાબેરી અને કેટલાક અન્ય પક્ષોએ મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકારને ટેકો પાછો ખેંચીને ત્રીજો મોરચો રચ્યો હતો અને આ રીતે ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં યુપીએ ગઠબંધને 543માંથી 261 સીટ જીતી હતી અને એનડીએને 158 સીટ મળી હતી. ડાબેરી પક્ષોને 23 સીટ મળી હતી. આમ, યુપીએ ગઠબંધને બીજી વખત સરકાર બનાવી હતી અને મનમોહન સિંહ સતત બીજી ટર્મ માટે વડા પ્રધાન બન્યા હતા.   


યુપીએનું નેતૃત્વ કરતી કોંગ્રેસને 27 ટકા વોટ મળ્યા હતા, જ્યારે એનડીએનું નેતૃત્વ કરતી ભાજપને 22 ટકા વોટ મળ્યા હતા. ડાબેરી પક્ષોને કુલ 6 ટકા વોટ મળ્યા હતા. યુપીએ ગઠબંધનને કુલ 37.22 ટકા અને એનડીએ ગઠબંધનને કુલ 24.63 ટકા વોટ મળ્યા હતા. ત્રીજા મોરચાના ગઠબંધનને કુલ 21.15 ટકા વોટ મળ્યા હતા. 


લોકસભા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, સોનિયા-રાહુલ આ સીટ પરથી લડશે ચૂંટણી


2009ની ચૂંટણીમાં મુખ્ય પક્ષોનું વોટ શેરિંગ 
પક્ષ       કુલ સીટ    વોટ શેર
BJP        116          22%    
કોંગ્રેસ      206          27%    
DMK      18              2%
SP          23             4%
BSP        21            5%
TMC       19             3%
CPI-M    16              6%


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...