ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા રવિવારે લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દેવાઈ છે. દેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે અને 23 મે, 2019ના રોજ પરિણામ જાહેર કરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 17મી લોકસભાની રચના માટે 7 તબક્કામાં 11 એપ્રિલથી 19 મે, 2019 સુધી ચૂંટણી યોજાશે. ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ સમગ્ર દેશમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ તવાથી સરકાર કોઈ એવો નીતિનગત નિર્ણય લઈ શકશે નહીં જેનાથી મદતારોને પ્રભાવિત કરી શકાય. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 27 મે, 2019 સુધી સંપન્ન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ચૂંટણી કમિશનર અશોક લવાસા અને સુશીલચંદ્રા સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, દેશની 543 લોકસભા સીટ પર યોજાનારી ચૂંટણીમાં આ વખતે દરેક મતદાન કેન્દ્ર પર VVPAT EVM મશીનનો ઉપયોગ કરાશે. આ અગાઉ દરેક સીટના કોઈ એક મતદાન કેન્દ્ર પર ઈવીએમની સાથે VVPAT મશીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. VVPAT દ્વારા મતદાન કરતાં મતદાર એ જાણી શકે છે કે તેણે આપેલો વોટ કોને મળ્યો છે. 


વર્ષ 2014નું લોકસભા ચૂંટણી પરિણામ 
પક્ષ                      બેઠક
ભાજપ                 282
કોંગ્રેસ                   44
AISDMK              37
બીજુ જનતા દળ     20
ટીડીપી                 16
તૃણમુલ કોંગ્રેસ       34
શિવસેના               18
ટીઆરએસ             11
અન્ય પક્ષો             71


લોકસભા ચૂંટણી 2019ઃ દેશમાં આજથી આચાર સંહિતા લાગુ, 23 મેએ મળશે નવો નાથ


લોકસભાની રચના
લોકસભામાં સીધી ચૂંટણી દ્વારા લોકપ્રતિનિધિ ચૂંટવામાં આવે છે. વર્તમાનમાં બંધારણ દ્વારા લોકસભામાં કુલ 552 સીટ નક્કી કરવામાં આવી છે. જેમાં 530 સભ્યો રાજ્યોમાંથી ચૂંટાઈને પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે 20 સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાઈને આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા એગ્લો-ઈન્ડિયન સમુદાયના બે સભ્યોને નામાંકિત કરવામાં આવતા હોય છે. રાજ્યોમાં વસતીના આધારે સંસદીય સીટની ફાળવણી કરવામાં આવે છે. 


લોકસભા ચૂંટણી 2019: જાણો ગુજરાતનો સંપૂર્ણ કાર્યક્રમ અને મતદારો વિશે


કયા રાજ્યમાં કેટલી લોકસભા સીટ


રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ લોકસભા સીટ
આંધ્રપ્રદેશ 25
અરૂણાચલ પ્રદેશ 2
આસામ 14
બિહાર 40
છત્તીસગઢ1 11
ગોવા 2
ગુજરાત 26
હરિયાણા 10
હિમાચલ પ્રદેશ 4
જમ્મુ અને કાશ્મિર 6
ઝારખંડ 14
કર્ણાટક 28
કેરળ 20
મધ્યપ્રદેશ 29
મહારાષ્ટ્ર 48
મણીપુર 2
મેઘાલય 2
મિઝોરમ 1
નાગાલેન્ડ 1
ઓડિશા 21
પંજાબ 13
રાજસ્થાન 25
સિક્કીમ 1
તમીલનાડુ 39
તેલંગાણા 17
ત્રીપુરા 2
ઉત્તર પ્રદેશ 80
ઉત્તરાખંડ 5
પશ્ચિમ બંગાળ 42
આંદમાન અને નિકોબાર 1
ચંડીગઢ 1
દાદરા-નગર હવેલી 1
દમણ અને દીવ 1
લક્ષદ્વીપ 1
NCT દિલ્હી 7
પોડુચેરી 1

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક