લોકસભા ચૂંટણી 2019ઃ દેશમાં આજથી આચાર સંહિતા લાગુ, 23 મેએ મળશે નવો નાથ

આગામી એપ્રીલ અને મે મહિનામાં 7 તબક્કામાં લોકસભાની 543 સીટો માટે યોજાશે ચૂંટણી, આ સાથે જ દેશના ઓરિસ્સા, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે, જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી યોગ્ય ન હોવાને કારણે હાલ ચૂંટણી યોજવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે

લોકસભા ચૂંટણી 2019ઃ દેશમાં આજથી આચાર સંહિતા લાગુ, 23 મેએ મળશે નવો નાથ

નવી દિલ્હી : આજે સાંજે 5 વાગે આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી મુજબ સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પંચે દિલ્હીના વિજ્ઞાન ભવનના હોલ નંબર એકમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. એવી અટકળો છે કે લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે. 

પ્રથમ તબક્કો 11 એપ્રીલ, 20 રાજ્યની 91 સીટો
આંધ્રપ્રદેશ-24, અરૂણાચલ પ્રદેશ -2, અસમ-5, બિહાર-4, છત્તીસગઢ-1, જમ્મુ કાશ્મીર-2, મહારાષ્ટ્ર-7, મણિપુર -1, મેઘાલય-2, મિઝોરમ - 1, મેઘાલય-2, મિઝોરમ-1, નાગાલેન્ડ - 1, ઓરિસ્સા-4, સિક્કિમ-1, તેલંગાણા 17, ત્રિપુરા 1, યૂપી 8, ઉતરાખંડ 5, પશ્ચિમ બંગાળ 2, અંદમાન નિકોબાર 1 અને લક્ષદ્વીપ 1 સીટ પર થશે મતદાન

બીજો તબક્કો 18 એપ્રીલ, 13 રાજ્યની 97 સીટો
અસમ 5, છત્તીસગઢ 3, જમ્મુ કાશ્મીર 2, કર્ણાટક 14, મહારાષ્ટ્ર 10, મણિપુર 1, ઓરિસ્સા 5, તમિલનાડુમાં તમામ 39, ત્રિપુરા 1, ઉત્તરપ્રદેશ 8, પશ્ચિમ બંગાળ 3 અને પોડોચેરીની 1 સીટ માટે 18 એપ્રીલે મતદાન થશે.

ત્રીજો તબક્કો 23 એપ્રીલ, 14 રાજ્યની 115 સીટો
અસમ-4, બિહાર 5, છત્તીસગઢ 7, ગુજરાત 26, ગોવા 2, જમ્મુ કાશ્મીર 1, કર્ણાટક 14, કેરળ 20, મહારાષ્ટ્ર 14, ઓરિસ્સા 6, યુપી 10, પશ્ચિમ બંગાળ 5, દાદરા અને નગર હવેલી 1, દમણ અને દીવ 1માં 23 એપ્રીલે મતદાન થશે

ચોથો તબક્કો 29 એપ્રીલ, 9 રાજ્યોની 71 સીટો
બિહાર 5, જમ્મુ કાશ્મીર 1, ઝારખંડ 3, મધ્યપ્રદેશ 6, મહારાષ્ટ્ર 17, ઓરિસ્સા 6, રાજસ્થાન 13 , પશ્ચિમ બંગાળમાં 8

પાંચમો તબક્કો 6 મે, 7 રાજ્યોની 51 સીટો
બિહાર 5, જમ્મુ કાશ્મીર 2, ઝારખંડ 4, મધ્યપ્રદેશ 7, રાજસ્થાન 12,  ઉત્તરપ્રદેશ 14, પશ્ચિમ બંગાળ 7

છઠ્ઠો તબક્કો 12 મે, 7 રાજ્યોની 59 સીટો
બિહાર 8, હરિયાણા 10, ઝારખંડ 4, મધ્યપ્રદેશ 8, ઉત્તરપ્રદેશ 14, પશ્ચિમ બંગાળ 8, દિલ્હી 7

સાતમો તબક્કો 19 મે, 8 રાજ્યો 59 સીટો
બિહાર 8, ઝારખંડ 3, મધ્યપ્રદેશ 8, પંજાબ 13, પશ્ચિમ બંગાળ 9, ચંડીગઢ 1, યુપી 13, હિમાચલ 4

રાજ્યમાં તબક્કા અનુસાર થશે મતદાન
- યુપી, બંગાળ, કોલકાતામાં 7 તબક્કામાં મતદાન કરાવવામાં આવશે.
- જમ્મુ કાશ્મીરમાં 5 તબક્કામાં મતદાન કરાવાશે.
- કર્ણાટક, મણિપુર, રાજસ્થાન અને ત્રિપુરામાં 2 તબક્કામાં મતદાન સંપન્ને થશે.
- અસમ અને છત્તીસગઢમાં 3 તબક્કામાં મતદાન થશે. 
- ઝારખંડ, એમપી, મહારાષ્ટ્ર અને ઓરિસ્સામાં ચાર તબક્કામાં મતદાન યોજાશે.

લોકસભાની સાથે 4 રાજ્યોની ચૂંટણી
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પર પંચે કહ્યું કે, રાજ્ય સરકાર અને ગૃહમંત્રાલય સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, હાલ ત્યાં વિધાનસભા ચૂંટણી યોજી શકાય તેમ નથી. ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે થશે. આ રાજ્યોમાં ઓરિસ્સા, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છેતબક્કાવાર આ રીતે થશે મતદાન

ચૂંટણી પંચે જણાવ્યું કે, પહેલા તબક્કામાં 20 રાજ્યોની 91 લોકસભા સીટો પર મતદાન થશે, બીજા તબક્કામાં 13 રાજ્યોની 97 સીટો પર ચૂંટણી થશે. ત્રીજા તબક્કામાં 14 રાજ્યની 115 સીટો પર ચૂંટણી થશે. ચોથા તબક્કામાં 9 રાજ્યની 71 સીટો પર ચૂંટણી થશે. પાંચમા તબક્કામાં 7 રાજ્યોની 51 સીટો પર ચૂંટણી થશે. છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 59 સીટો પર ચૂંટણી થશે. સાતમાં તબક્કામાં 8 રાજ્યની 59 સીટો પર ચૂંટણીનું આયોજન થશે. 
- સુરક્ષાના કારણોથી જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી લોકસભા સાથે નહી યોજવામાં આવે

— ANI (@ANI) March 10, 2019

23મીએ આવશે ચૂંટણીના પરિણામ
મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ કહ્યું કે કુલ 7 તબક્કામાં લોકસભા ચૂંટણી થશે. તેમણે કહ્યું કે, પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રીલ, બીજા તબક્કાનું મતદાન 18 એપ્રીલ, ત્રીજા તબક્કાનું 23 એપ્રીલ, ચોથા તબક્કાનું 29 એપ્રીલ, પાંચા તબક્કાનું 6 મે, છઠ્ઠા તબક્કાનું 12 મે અને સાતમા તબક્કાનું 19મી મેનાં રોજ મતદાન યોજાશે. ત્યાર બાદ 23 મેએ લોકસભા ચૂંટણીની મતગણતરી થશે. દેશને નવો નાથ 23મી મેએ પ્રાપ્ત થશે. 

તબક્કાવાર મતદાન

- સાતમો તબક્કો 19 મે (59 સીટો માટે મતદાન)
- છઠ્ઠો તબક્કો 12મે ( 59 સીટો માટે મતદાન)
- પાંચમો તબક્કો 6 મે (51 સીટો માટે મતદાન)
- ચોથુ તબક્કો 29 એપ્રીલ (71 સીટો માટે મતદાન)
- ત્રીજુ તબક્કો 23 એપ્રીલ (115 સીટો માટે મતદાન)
- બીજો તબક્કો 18 એપ્રીલ ( 97 સીટો માટે મતદાન)
- પ્રથમ તબક્કો 11 એપ્રીલ (91 સીટો માટે મતદાન)

કુલ 7 તબક્કામાં યોજાશે મતદાન
- 11 એપ્રીલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે
- 23 મેએ મતગણતરી કરવામાં આવશે.
- 18 એપ્રીલે બીજા તબક્કાનું મતદાન
- 23 એપ્રીલે ત્રીજા તબક્કાનું મતદાન
- પાંચમાંનું 6ઠ્ઠી મેએ મતદાન
- 6ઠ્ઠા તબક્કાનું 10મી મેએ મતદાન
- 7માં તબક્કાનું 19મી મેએ મતદાન

શાંતિપુર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે તમામ વ્યવસ્થા
ચૂંટણી પંચે કહ્યું કે, તમામ સંવેદનશીલ કાર્યક્રમની વીડિયોગ્રાફી કરવામાં આવશે અને નિષ્પક્ષ ચૂંટણી માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. CEC અરોડાએ કહ્યું કે, ઉમેદવારોને પોતાના ગુનાહિત રેકોર્ડની માહિતી આપવી પડશે. તેમણે કહ્યું કે, કેટલાક રાજ્યો માટે વિશેષ નિરિક્ષકની પણ નિયુક્તિ કરવામાં આવી છે. સાથે જ ચૂંટણીમાં ઇવીએમની જીપીએસ ટ્રેકિંગ પણ કરવામાં આવશે. ચૂંટણી પંચ અનુસાર સંવેદનશીલ વિસ્તારમાં CRPFને ફરજંદ કરવામાં આવશે. 

સમગ્ર દેશમાં આજથી જ આચાર સંહિતા લાગુ
સુનિલ અરોડાએ કહ્યું કે, 1590 પર ફોન કરીને મેસેજ કરીને મતદાતા પોતાનું નામ વોટિંગ લિસ્ટમાં ચેક કરી શકે છે. તેમણે કહ્યું કે, ઇવીએમ પર ઉમેદવારોની તસ્વીર હશે. કુલ 10 લાખ બુથો પર મતદાન થશે. સમગ્ર દેશમાં આજથી આદર્શ આચાર સંહિતા લાગુ થઇ જશે. અને કોઇ પણ ઉલ્લંઘનની કડક કાર્યવાહી કરવામાં આવશે. લાઉડ સ્પીકરનાં ઉપયોગ પર નજર રાખવામાં આવશે અને સમય સિમાની અંદર જ તેનો ઉપયોગ કરી શકાશે. 

દેશનાં સામાન્ય નાગરિકનો ખાસ ખ્યાલ રખાયો
મુખ્ય ચુંટણી કમિશ્નરે કહ્યું કે, ચૂંટણીની તારીખમાં પાકની લણણી અને પરીક્ષાઓનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે જેથી કોઇ પણ નાગરિકને સમસ્યા ન થાય. તેમણે કહ્યું કે, ચૂંટણી મુદ્દે આવકવેરા વિભાગ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ વખતે 84 મિલિયન વોટર વધ્યા છે અને કુલ 90 કરોડ લોકો આ વખતે મતદાન કરશે. 18-19 વર્ષનાં ડોઢ કરોડથી પણ વધારે મત છે. અરોડાએ કહ્યું કે, પોલિંગ સ્ટેશન પર પાણી, શૌચાલય અને વિજળીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ આ ચૂંટણીમાં નોટાનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે અને તમામ બુથો પર EVMની સાથે વીવીપેટ મશીન પણ લગાવવામાં આવશે.

પત્રકાર પરિષદ શરૂ
ચૂંટણી પંચની પત્રકાર પરિષદ ચાલુ થઇ ચુકી છે. વિજ્ઞાન ભવનમાં મંચ પર મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરા સહિતનાં અધિકારીઓ હાજર છે. ચૂંટણી કમિશ્નરે જણાવ્યું કે, અલગ અલગ રાજ્યોનાં અધિકારીઓ, રાજનીતિક દળો અને સુરક્ષા એજન્સીઓ સાથે વાતચીત કર્યા બાદ ચૂંટણી કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. અરોરાએ કહ્યું કે, 3 જુને 16મી લોકસભાનો કાર્યકાળ ખતમ થઇ રહ્યો છે.

— ANI (@ANI) March 10, 2019

ચૂંટણી પંચની બેઠક
હાલ વિજ્ઞાન ભવનમાં એક કક્ષમાં ચૂંટણી પંચની બેઠક ચાલી રહી છે. પરંપરા અનુસાર બેઠકમાં ચૂંટણી કાર્યક્રમ પર ફાઇનલ મહોર લાગ્યા બાદ ચૂંટણી કમિશ્નર ઉપરાંત તમામ અધિકારીઓ કોન્ફરન્સનું સંબોધન કરશે. 

 

મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ દ્વારા 9 માર્ચના રોજ એક મહત્વની બેઠકનું આયોજન થયું. જેમાં તમામ સંબંધિત અધિકારીઓની હાજરીને અનિવાર્ય કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી એપ્રિલમાં અને મે મહિનામાં કરવામાં આવશે. મેં મહિનાના ત્રીજા અઠવાડિયામાં મત ગણતરી હાથ ધરાશે. સાત કે આઠ તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news