Mission 2024: ગુજરાતમાં આ ઓપરેશન લોટસ લોકસભા પહેલાં અમલમાં આવી ગયું છે. ભાજપે આ અભિયાન હેઠળ છેલ્લા 2 દાયકામાં કોંગ્રેસના 80થી વધારે નેતાઓને ભાજપ ભેગા કર્યા છે. હાલમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ મૂળ કોંગ્રેસી નેતાઓ સરકારમાં છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ટીમ-8ની રચના કરી છે, જે વિપક્ષી પાર્ટીઓની મુશ્કેલી વધારવાનું કામ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહ નહીં, PM મોદી સાથે પ્રાણ પ્રતિષ્ઠામાં ગર્ભગૃહમાં હાજર રહેશે આ ગુજરાતી!


ભાજપે મંગળવારે પાર્ટી કાર્યાલયમાં જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મિશન-2024ને લઈને બેઠક યોજી હતી. આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓમાં ખળભળાટ મચે તેવી  યોજના બનાવી છે, જેના માટે 8 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. ભાજપ કોંગ્રેસ, એસપી, બસપા, આરએલડી, જેડીયુ અને અન્ય વિપક્ષી પાર્ટીઓના પ્રભાવશાળી નેતાઓને પાર્ટીમાં સામેલ કરવા માટે અભિયાન ચલાવશે.


Hit and Run Law પર હોબાળો, ચક્કાજામ; પેટ્રોલ પંપ પર લાઇનો, શાકભાજી પણ થઇ મોંઘી


ભાજપે મિશન-2024 માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને પોતાની સાથે જોડવા માટે મહત્વપૂર્ણ વ્યૂહરચના બનાવી છે. આ માટે આઠ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્મા, મહાસચિવ વિનોદ તાવડે, તરુણ ચુગ અને સુનીલ બંસલનો સમાવેશ થાય છે. આ આઠ નેતાઓ ભાજપ નેતૃત્વના સૌથી વિશ્વાસપાત્ર ગણાય છે અને આ અભિયાનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.


ચાર અક્ષરનો શબ્દ ‘ગુજરાત’ વિકાસનો પર્યાય બન્યો : વિદેશી રોકાણ લાવવામાં બધાને પછાડ્યુ


લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની વિચારધારા સાથે જોડાયેલા રાજ્યના તમામ મુખ્ય વિપક્ષી પક્ષોના નેતાઓને સામેલ કરવા માટે તે એક મેગા અભિયાન ચલાવવા જઈ રહી છે. લોકસભાની ચૂંટણીની રણનીતિના ભાગરૂપે ભાજપે વિરોધ પક્ષોના નેતાઓને સામેલ કરીને તેમનું મનોબળ તોડવાની રણનીતિ બનાવી છે, જેનો અમલ કરવાની કામગીરી આ આઠ સભ્યોની કમિટી કરશે. આ વ્યૂહરચનાથી ભાજપે યુપીમાંથી ઘણા રાજ્યોમાં ચૂંટણી જંગ જીતી લીધી છે અને હવે તે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ તેને અપનાવવા જઈ રહી છે જેથી સત્તાની હેટ્રિક હાંસલ કરીને ઈતિહાસ રચી શકાય છે.


મકરસંક્રાંતિ પર બની રહ્યો છે રવિ યોગ: સૂર્ય ઉપાસનાથી થશે 5 મોટા ફાયદા


નવી વ્યૂહરચના અનુસાર, બીજેપી ટૂંક સમયમાં બીજા ઘણા મોટા નેતાઓને સામેલ કરી રહી છે અને અન્ય પક્ષોને નબળા પાડીને 2024 માટે મજબૂત ટીમ બનાવી રહી છે. આ ઝુંબેશ હેઠળ, પાર્ટીએ તાજેતરમાં યુપીમાં અન્ય પક્ષોના નેતાઓને પાર્ટીમાં જોડ્યા હતા. હવે તેનું વિસ્તરણ કરીને, તેણે વિવિધ રાજ્યોમાં આ પ્લાનનો અંજામ આપવાની યોજના બનાવી છે. મિશન દોસ્તી અભિયાન હેઠળ ભાજપનું મિશન એવા તમામ લોકોને જોડવાનું છે જેઓ તેમની સાથે ખભે ખભા મિલાવીને પાર્ટીને મજબૂત કરી શકે. આ અભિયાન હેઠળ ભાજપની 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓને નબળા પાડવા અને તેમનું મનોબળ તોડવાની વ્યૂહરચના છે.


2024માં આ બર્થડેટવાળાને ચાંદી જ ચાંદી, શનિ કરાવશે ઢગલો લાભ, સફળતાના શિખરે પહોંચાડશે


બીજેપીની રણનીતિ 2024માં અન્ય પક્ષોના નેતાઓને પોતાની સાથે એકીકૃત કરવાના અભિયાન દ્વારા પોતાને મજબૂત કરવાની છે. આ રીતે પાર્ટી તમામ પ્રકારના રાજકીય સમીકરણોને જોડીને આગળ વધવાની તૈયારી કરી રહી છે, જે અંતર્ગત આઠ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં જો વિરોધ પક્ષમાંથી કોઈ નેતા ભાજપમાં જોડાય છે તો તેનો નિર્ણય ભૂપેન્દ્ર યાદવ, અશ્વની વૈષ્ણવ, મનસુખ માંડવિયા, આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્મા, મહાસચિવ વિનોદ તાવડે, તરુણ ચુગ અને સુનીલ બંસલ લેશે. આ આઠ સભ્યોની કમિટી નક્કી કરશે કે કોને ભાજપમાં સામેલ કરવા જોઈએ અને કોને નહીં.