અમિત શાહ નહીં, PM મોદી સાથે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગર્ભગૃહમાં હાજર રહેશે આ ગુજરાતી!

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિમાં ભગવાન રામલલ્લા બિરાજમાન થશે. જ્યારે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થશે. જાણો આ પ્રાણપ્રતિષ્ઠા વખતે મંદિરના ગર્ભગૃહમાં હાજર રહેનારા કુલ પાંચ સભ્યો પૈકી પીએમ મોદી ઉપરાંત બીજું કોણ કોણ રહેશે હાજર. એમાં બીજા ગુજરાતી કોણ છે? 

અમિત શાહ નહીં, PM મોદી સાથે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગર્ભગૃહમાં હાજર રહેશે આ ગુજરાતી!

Ram Mandir: હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રતિક સમાન રામલલ્લા હવે તેમની જન્મભૂમિ અયોધ્યામાં હંમેશા માટે બિરાજમાન થશે. વર્ષો સુધી ચાલેલા સંઘર્ષ બાદ અનેક પુરાવાઓની ઉલટ તપાસ, અનેક સંશોધનો અને સુપ્રીમ કોર્ટમાં વર્ષો સુધી ચાલેલી લાંબી અને સચોટ ટ્રાયલ બાદ રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો બન્યો હતો. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું હતું. હવે 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. દેશભરમાં તેના માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગર્ભગૃહમાં જઈને કોણ કોણ પૂજા કરશે તે સવાલ પણ દરેકના મનમાં જરૂર આવ્યો હોય તો એના જવાબ પણ તમને આ આર્ટિકલમાં મળશે.

સૌથી મહત્ત્વની વાત છેકે, કુલ પાંચ મહાનુભાવો જ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે. જેમાં પ્રધાનમંત્રી મોદી સહિત બે ગુજરાતીઓ હશે એ વાત તો નક્કી છે. પીએમ મોદી સહિત બે ગુજરાતીઓની વાત કરવામાં આવી ત્યારે મોટાભાગના લોકોના મગજમાં બીજી નામ અમિત શાહનું જ આવે છે. જો તમે પણ અમિત શાહનું નામ મનમાં વિચારી રહ્યાં હોવ તો એ સાચું નથી.  તો આખરે કોણ છે બીજું ગુજરાતી નેતા જે પીએમ મોદીની સાથે જ પૂજા કરવા માટે ગર્ભગૃહમાં હાજર રહેશે.

કઈ રીતે નક્કી કરાયો પ્રાણ પ્રતિષ્ઠાનો સમય?
22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક માટે 84 સેકન્ડનો અતિ સૂક્ષ્મ મુહૂર્ત હશે, જેમાં રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે. રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દેશભરના વિદ્વાનો અને ટોચના જ્યોતિષીઓને રામલલાના અભિષેકનો સમય નક્કી કરવા કહ્યું હતું. તેમાંથી કાશીના જ્યોતિષી પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ દ્વારા પસંદ કરાયેલ મુહૂર્ત સૌથી સચોટ માનવામાં આવે છે અને તે જ દિવસે રામલલાની સ્થાપના કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ શુભ મુહૂર્ત માત્ર 84 સેકન્ડનું હશે જે 12:29 મિનિટ 8 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડનું હશે.

દેશભરના મઠ મંદિરોમાં ભગવાન રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે. તેની સાથે જ ભગવાન રામ લલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે તે દરમિયાન દેશ અને દુનિયાની પવિત્ર નદીઓ અને સરોવરોનું જળ પણ રામ મંદિર લાવવામાં આવશે. આ સાથે જ પીએમ મોદીએ આ પર્વને રાષ્ટ્રિય મહોત્સવ તરીકે ઉજવીને દેશભરના મંદિરોમાં અને તેની આસપાસથી ગંદકી દૂર કરીને સફાઈ અભિયાન ચલાવવા અપીલ પણ કરી છે.

અમદાવાદ શહેરમાં આશરે 15 લાખ પરિવારોનોને રામલલ્લાનું ‘અક્ષત આમંત્રણ’ આપવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ ભગવાન રામલલ્લાની ભવ્ય નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે. આ અભિયાન હેઠળ વિહિપ દ્વારા અમદાવાદના કુલ 68 પ્રખંડોમાં ચલાવશે. તેના માટે વિહિપ અને સંઘના દરેક પ્રખંડે આશરે 300 કાર્યકરો જુદી જુદી ટીમ બનાવીને સોસાયટી અને સેવા વસ્તીઓમાં જશે અને કુલ 20,400 કાર્યકરો આશરે 15 લાખ પરિવારોનો સંપર્ક કરીને તેમને ‘અક્ષત આમંત્રણ’ આપશે.

એકદમ શુભ છે રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત-
22 જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો શુભ સમય રામલલાની મૂર્તિના અભિષેક માટે પસંદ કરવામાં આવ્યો છે. આ એક કલાકના સમયગાળામાં મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. જો કે, મૂર્તિના અભિષેકને લગતી તમામ વિધિઓ 17 જાન્યુઆરી, 2024થી શરૂ થશે. રામ લલ્લાના અભિષેક માટે પસંદ કરવામાં આવેલો આ સમય ઘણી બાબતોમાં ખૂબ જ ખાસ છે. 22 જાન્યુઆરી 2024 ના રોજ બપોરે 12 વાગ્યાથી મૃગશીર્ષ નક્ષત્ર રહેશે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મૃગશીર્ષ નક્ષત્રના કારણે આ શુભ સમય રામલલાને બિરાજમાન કરવાનો શ્રેષ્ઠ સમય રહેશે.

શા માટે ખાસ છે આ શુભ સમય?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૃગશીર્ષ નક્ષત્ર કૃષિ કાર્ય, વેપાર અને વિદેશ યાત્રા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભારત એક કૃષિપ્રધાન દેશ હોવાથી આ શુભ સમયે રામ લલ્લાનો અભિષેક કરવાથી રાષ્ટ્રને લાભ થશે અને તે પ્રગતિ કરશે. આ ઉપરાંત આ શુભ મુહૂર્તનો ઉદય પણ તમામ દોષોથી મુક્ત છે અને તેમાં કોઈ વિઘ્ન નથી. વિઘ્ન એટલે અવરોધો નહી. શાસ્ત્રોમાં પાંચ પ્રકારના વિઘ્નોનો ઉલ્લેખ છે, જેમાં રોગ, અગ્નિ, શાસન, ચોર અને મૃત્યુનો સમાવેશ થાય છે. રામલલાના જીવન અભિષેકના શુભ મુહૂર્તમાં એક પણ વિઘ્ન નથી.

કોણ-કોણ રહેશે ગર્ભગૃહમાં હાજર?
મુખ્ય રીતે પ્રધાનમંત્રી મોદીના હસ્તે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જોકે, તેમની સહિત કુલ પાંચ લોકોને આ પુજા માટે ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. ફક્ત ચૌર્યાસી સેક્ટમાં જ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પ્રધાનમંત્રી મોદી સહિત અન્ય એક ગુજરાતી પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગર્ભગૃહમાં હાજર રહેશે. મોટો ભાગના લોકો મોદી બાદ બીજા ગુજરાતી તરીકે અમિત શાહનું નામ વિચારી રહ્યાં છે પણ એ સાચુ નથી. પીએમ મોદી સહિત કુલ જે પાંચ લોકોને રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં ગર્ભગૃહમાં પ્રવેશ અપાશે એમાં બે ગુજરાતીઓ છે. એક છે પ્રધાનમંત્રી મોદી તો બીજા છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ. આ પૂજનકાર્યમાં રાષ્ટ્રિય સ્વંય સેવક સંઘ એટલેકે, RRS ના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ અને શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નિત્ય ગોપાલદાસજી સહિત કુલ આ પાંચ મહાનુભાવો જ પ્રાણ પ્રતિષ્ઠામાં ગર્ભગૃહમાં હાજરી આપી શકશે. ઉલ્લેખનીય છેકે, આ પાંચ મહાનુભાવો રામ મંદિરના નિર્માણ કાર્ય વખતે ભૂમિ પૂજનમાં પણ સાથે જોડાયા હતાં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news