Lok Sabha Election 2024: મોદી અને અમિત શાહે લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. લોકસભા પહેલાં 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપનું હાલનું ફોક્સ આ રાજ્યો પણ છે. કોંગ્રેસ અને સ્થાનિક પક્ષોની તાકાત હાલમાં લધુમતિ વોટો છે. આ વોટબેંક અંકે કરવા માટે પણ ભાજપે ખાસ પ્લાન બનાવ્યો છે. ભાજપ એ હિન્દુત્વના નામે ચૂંટણી જીતતો આવ્યો છે પણ હાલમાં મોદી સરકારનં લક્ષ્યાંક એ દક્ષિણ ભારત હોવાથી ભાજપે લઘુમતિ મોરચાને પણ સક્રિય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં લોકસભાની ચૂંટણી જીતવા માટે અત્યારથી કામે લાગેલા ભાજપે મુસ્લિમોને રીઝવવાનું અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું છે. તેના ભાગરૂપે ફેબુ્રઆરીના પહેલા અઠવાડિયામાં ભાજપ લઘુમતી મોરચાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળશે. આ બેઠકમાં લધુમતિ મતદારોને ભાજપમાં ખેંચી લાવવા માટે ખાસ રણનીતિ ઘડાશે.  આ બેઠકમાં મુસ્લિમો સુધી સરકારના લાભો કેવી રીતે લઈ જવાના તેના પર આ બેઠકમાં ચર્ચા થશે અને એ માટેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવશે. બની શકે કે ભાજપ બજેટમાં કે ચૂંટણી ઢંઢેરામાં લઘુમતિઓ માટે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. 


આ શિવલિંગ પર દૂધ ચઢાવવાથી બદલાઈ જાય છે રંગ, લોકો કહે છે આ તો ચમત્કાર!


પરણિત મહિલાઓમાં લોકપ્રિય બની રહી છે આ એપ! લફરા વધવા પાછળનું એક મોટું કારણ?


એક કૂદકો મારીને જગુઆરે મગરની બોચી પકડી લીધી, પછી જે થયું... વાયરલ થયો Video


ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, પીએમ મોદીની અપીલને પગલે ભાજપના લઘુમતી મોરચાએ મુસ્લિમ મતદારોના પ્રભુત્વ ધરાવતી એવી ૬૦ લોકસભા બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચના ઘડવાનું નક્કી કર્યું છે.  આ બેઠકના મતદારો સુધી પહોંચવા માટે ખાસ કાર્યક્રમો પણ કરાશે. મોદીએ આ માટે કામગીરી પણ આરંભી દીધી છે. 


લોકસભાની ચૂંટણી પહેલાં  મોદીએ લઘુમતી મોરચાને દેશની દરેક લોકસભા બેઠકના મતવિસ્તારમાં ઓછામાં ઓછા ૫૦૦૦ મુસ્લિમ કાર્યકરોને ભાજપમાં લાવવાનો ટાસ્ક સોપ્યો છે.  ભાજપના લઘુમતી મોરચાના નેતાઓ મુસ્લિમ સમાજના ધાર્મિક અગ્રણીઓને મળી ભાજપ સરકારના લઘુમતી સમાજ માટેની નીતિ અને કામોને પહોંચડાવાનો પ્રયાસ કરાશે. આ સિવાય સ્કૂટર રેલી સહિતના કાર્યક્રમો પણ કરાશે. ભાજપ કોઈ પણ સંજોગોમાં 300થી વધારે સીટો જીતવા માટે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube